- છ ભાષામાં રિલીઝ થયેલા આ સોંગને શ્રેયા ઘોષાલ દ્વારા સ્વરબદ્ધ કરાયું છે
- પુષ્પા પુષ્પા સોન્ગે 2.26 મિલિયન+ લાઇક્સની સાથે YouTube પર
- સુકુમારના ડાયરેક્શનમાં બનેલી રહેલી ફ્લ્મિ પુષ્પા 2 આ વર્ષના મોસ્ટ અવેટેડ સીક્વલ્સ માં એક
‘પુષ્પા 2' મૂવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. 'પુષ્પા 2' મૂવીનું નવું સોન્ગ રિલીઝ થયુ છે. ધ કપલ સોન્ગ એક નવા સ્તર પર પહોંચી શકે છે. આ સોન્ગમાં ભારતની લોકપ્રિય જોડી નજરે પડી રહી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અલ્લુ અર્જુન પુષ્પા રાજના રૂપમાં અને રશ્મિકા મંદાના શ્રીવલ્લીના રૂપમાં આ ગીતમાં છવાઇ ગયા છે. પહેલાંથી આ જ ફ્લ્મિનું ટીઝર અને ર્ફ્સ્ટ સોન્ગ પુષ્પા પુષ્પા જબરજસ્ત હિટ રહ્યું હતું. જો કે હાલમાં ચારેબાજુ બીજા સોન્ગને લઇને ચર્ચામાં છે. આ જોડી ઇન્ડસ્ટ્રીમાં ધમાકો મચાવવા માટે તૈયાર છે. આ ગીતમાં વાસ્તવિક સેટની ઝલક બતાવવામાં આવી છે. આ ગીતને મેલોડી ક્વીન શ્રેયા ઘોષાલે ગાયું છે. 6 ભાષાઓમાં શાનદાર રીતે પ્રસ્તુત કર્યુ છે. ગીતનો એક મજેદાર પેપી નંબર છે જે નિશ્ચિત રૂપથી લોકોની વચ્ચે હલચલ પેદા કરવા માટે તૈયાર છે. અલ્લુ અર્જુન આ ગીતમાં સ્વેગથી ભરપૂર જોવા મળી છે, જ્યારે રશ્મિકા મંદાના પોતાના ચાર્મથી લોકોને ફ્દિા કરી રહી છે. લિરિકલ વીડિયોમાં બહુ આકર્ષક સ્ટેપ્સ છે જે રીલ યુનિવર્સમાં પણ છવાઇ શકે છે. આ ગીતમાં શૂટિંગની કેટલીક ઝલક જોવા મળી રહી છે. કુલ મળીને આ એક બીટીએસ નજારો પેશ કરી રહ્યા છે. આમ, તમને જણાવી દઇએ કે પુષ્પા પુષ્પા સોન્ગે 2.26 મિલિયન+ લાઇક્સની સાથે YouTube પર છ ભાષાઓમાં 100 મિલિયન+ વ્યૂઝ પ્રાપ્ત કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે બીજું સિંગલ પણ નવો રેકોર્ડ બનાવી શકે છે. વર્ષ 2021માં આવેલી અલ્લુ અર્જુનની ફ્લ્મિ પુષ્પાઃ ધ રાઇઝે બોક્સ ઓફ્સિ પર અનેક રેકોર્ડ તોડયા છે. હવે 'પુષ્પા 2' 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. પુષ્પા 2ની વાત કરવામાં આવે તો સુકુમારના ડાયરેક્શનમાં બનેલી રહેલી ફ્લ્મિ પુષ્પા 2 આ વર્ષના મોસ્ટ અવેટેડ સીક્વલ્સમાંથી એક છે. આમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના, ફ્હાદ ફસિલ, જગપતિ બાબુ સહિત અનેક સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.










