- ફિલ્મના અમુક સીનમાં ફેરફાર કર્યો હોવાથી હવે એક મહિનો ફરી શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શન વર્ક હાથ ધરાશે
- નિર્માતાઓ જુલાઈના અંત સુધીમાં તેનું શૂટિંગ પૂર્ણ કરશે. ત્યારબાદ પોસ્ટ પ્રોડક્શનનું કામ શરૂ થશે
- 2021માં રિલીઝ થયેલી 'પુષ્પાઃ ધ રાઇઝ' એ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી
મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'પુષ્પા-2'ની રિલીઝ ડેટ મોકૂફ્ રાખવામાં આવી છે. આ ફિલ્મ શરૂઆતમાં 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ તાજેતરના અહેવાલો અનુસાર આ દિવસે ફિલ્મ રિલીઝ થશે નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર, ફિલ્મના કેટલાક ભાગોનું શૂટિંગ કરવાનું બાકી છે, જેને શૂટ કરવામાં એક મહિનાનો સમય લાગી શકે છે.
નિર્માતાઓ જુલાઈના અંત સુધીમાં તેનું શૂટિંગ પૂર્ણ કરશે. ત્યારબાદ પોસ્ટ પ્રોડક્શનનું કામ શરૂ થશે. જોકે, મેકર્સ દ્વારા રિલીઝ ડેટમાં ફેરફાર અંગેની સત્તાવાર જાહેરાત હજુ કરવાની બાકી છે. તે જ સમયે, ફિલ્મ કઈ તારીખે રિલીઝ થશે તે અંગે કોઈ અપડેટ નથી. 2021માં રિલીઝ થયેલી 'પુષ્પાઃ ધ રાઇઝ' એ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી. તમામ વર્ઝન સહિત, આ ફિલ્મે લાઇફ્ ટાઇમ ઈન્ડિયામાં રૂ. 313 કરોડ અને વિશ્વભરમાં રૂ. 350 કરોડનો બિઝનેસ કર્યો હતો. સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મોની યાદીમાં તે છઠ્ઠા નંબર પર છે.










