• કાર્તિકે 'ચંદુ ચેમ્પિયન' માટે પોતાનો ડાયટ પ્લાન જાહેર કર્યો

  • કાર્તિક આર્યનને 'ચંદુ ચેમ્પિયન'ના શૂટિંગ દરમિયાન ખૂબ જ અઘરું રૂટિન ફોલો કરવું પડયું હતું
  • આ ફિલ્મ માટે એથ્લીટ જેવું શરીર બનાવવું એ એક્ટર માટે કોઈ મોટી ઉપલબ્ધિથી ઓછું નથી

એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં એક્ટર પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મુરલીકાંત પેટકરના રોલમાં છે. આ ફિલ્મ માટે એથ્લીટ જેવું શરીર બનાવવું એ એક્ટર માટે કોઈ મોટી ઉપલબ્ધિથી ઓછું નથી. કાર્તિકે આ ફિલ્મના સમગ્ર શૂટિંગ દરમિયાન તેમનું રમતવીર જેવું શરીર જાળવી રાખવા માટે તેમને કેવો ડાયટ પ્લાન કરવો પડયો હતો.

કાર્તિક આર્યનને 'ચંદુ ચેમ્પિયન'ના શૂટિંગ દરમિયાન ખૂબ જ અઘરું રૂટિન ફોલો કરવું પડયું હતું. આ સમયગાળા દરમિયાન અનેક વસ્તુનો ભોગ આપવો પડયો હતો. કાર્તિકે કહ્યું 'તેમણે રોટલી, ભાત અને બટાટા ખાવાનું છોડી દીધું હતું. શાકભાજીમાં તેલ બિલકુલ ન હતું. તેઓ લંચમાં માત્ર બાફેલા શાકભાજી અને ડિનરમાં માત્ર સૂપ જ લેતા તા. દોઢ વર્ષ સુધી આ નિત્યક્રમ ચાલુ રહ્યો. શૂટિંગ દરમિયાન શરીર સંપૂર્ણ રોબોટિક મોડમાં આવી ગયું હતું. કાર્તિક આર્યન શાકાહારી છે. તેની પાસે પ્રોટીન લેવા માટે થોડા વિકલ્પો હતા. આ સ્થિતિમાં તેમના ન્યુટ્રિશન એક્સ્પર્ટે તેમના માટે ક્રિએટિવ રેસિપિ અને નવી વસ્તુઓ સાથે ડાયટ પ્લાન બનાવ્યો હતો. કાર્તિકે કહ્યું 'આહારમાં ટોફૂ, પનીર, બ્રોકોલી, પાલક, સલાડ, કઠોળ, દાળનો સમાવેશ કર્યો હતો. દોઢ વર્ષ સુધી આ બધી વસ્તુઓ જ ખાધી હતી. ડાયટને લઈને તેમના માટે કોઈ રવિવાર નહોતો, દરરોજ ડાયટ અને વર્કઆઉટમાં વ્યસ્ત રહેતો હતો.' કાર્તિક આર્યન, દિગ્દર્શક કબીર ખાન અને ફિલ્મના ક્રૂએ શૂટિંગ પૂર્ણ થવાના અવસર પર ઉજવણી કરી હતી. કાર્તિકને રસમલાઈ ખવડાવતા કબીર ખાને કહ્યું 'શું તમે આખી ખાઈ શકશો?' કાર્તિકે કહ્યું 'ફિલ્મના સમગ્ર શૂટિંગ દરમિયાન મીઠાઈ અને ચોકલેટની વાત તો અલગ ખાંડનો એક દાણો પણ ખાધો નહોતો.'


  • Follow us on: