- પ્રેગ્નન્ટ એક્ટ્રેસની સુરક્ષા માટે ત્રણ બોડીગાર્ડ પણ હાજર હતા, વીડિયો થયો વાઇરલ
- કપલ સપ્ટેમ્બરમાં તેના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે
- વીડિયોમાં બંને લંડનના એક કેફેમાંથી એકબીજાનો હાથ પકડીને બહાર નીકળતા જોવા મળે છે
બોલિવૂડનું પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આ દિવસોમાં લંડનમાં છે. બંને ત્યાં પોતાનું બેબીમૂન સેલિબ્રેટ કરી રહ્યા છે. સપ્ટેમ્બરમાં માતા-પિતા બનવા જઈ રહેલા કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
વીડિયોમાં બંને લંડનના એક કેફેમાંથી એકબીજાનો હાથ પકડીને બહાર નીકળતા જોવા મળે છે. આ દરમિયાન કપલ સાથે તેમના ત્રણ બોડીગાર્ડ પણ હાજર હતા. આ પ્રસંગે દીપિકા ડેનિમ જીન્સ સાથે બ્લેક કાર્ડિયન પહેરેલી જોવા મળી હતી. આ સાથે તેણે સનગ્લાસ અને સ્નીકર્સ જોડી દીધા. રણવીર બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો. ગયા ગુરુવારે જ મુંબઈ એરપોર્ટથી આ કપલ લંડન જવા રવાના થયું હતું. કપલ સપ્ટેમ્બરમાં તેના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. અભિનેત્રીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. લંડન જવાના એક દિવસ પહેલા જ દીપિકાએ મુંબઈમાં આગામી 'કલ્કિ 2898 એડી'ની પ્રી-રિલીઝ ઈવેન્ટમાં હાજરી આપી હતી.










