- ફિલ્મ 'પુષ્પા-2'નું નવું સોંગ કાલે રિલીઝ થશે.
- આજે મેકર્સ સોશિયલ મીડિયામાં પોસ્ટર શેર કરીને પુષ્પા-2ના બીજા સોંગના રિલીઝ અંગે અપડેટ આપી
- ફિલ્મનું પહેલું સોંગ પુષ્પા પુષ્પા રિલીઝ થતાની સાથે સોશિયલ મીડિયામાં છવાઈ ગયુ હતું
મૈત્રી મૂવી મેકર્સે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ'પુષ્પા-2'નું બીજું સોંગ રિલીઝ થતાની પહેલાં મોટી અપડેટ સામે આવી છે. 'પુષ્પા-2' મૂવીને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. સતત ચર્ચામાં રહેલી ફિલ્મ 'પુષ્પા-2'નું નવું સોંગ કાલે રિલીઝ થશે. ફિલ્મનું પહેલું સોંગ પુષ્પા પુષ્પા રિલીઝ થતાની સાથે સોશિયલ મીડિયામાં છવાઈ ગયુ હતું. પહેલાં સોંગમાં અલ્લુ અર્જુનનો ગજબનો સ્વેગ જોવા મળ્યો હતો, જ્યારે હવે બીજા સોંગમાં રશ્મિકા મંદાનાની ટશન વાળી અદાઓ જોવા મળશે. જેમાં એક્ટ્રેસ પોતાની આગવી અદાથી દર્શકોનું દિલ જીતી લેશે. મેકર્સે બીજા સોંગનું ટીઝર પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટર પરથી એમ લાગી રહ્યું છે કે આ સામી સામી જેવું એક જબરજસ્ત કેચી ટ્રેક હશે. આમાં શ્રીવલ્લીના રૂપમાં રશ્મિકા મંદાના નજરે પડશે. સોશિયલ મીડિયામાં આ વિશે પોસ્ટ કરતા મેકર્સે કેપ્શનમાં લખ્યુ છે કે પુષ્પા રાજ દ્વારા પુષ્પા પુષ્પાની સાથે ટેકઓવર કર્યા પછી હવે સમય ધ કપલ શ્રીવલ્લી અને એમના સામી માટે બધાને દીવાના બનાવવાનો આવી ગયો છે. પુષ્પાનું બીજુ સોંગ સવારે 11.07 વાગે રિલીઝ થશે.










