- સલમાન ખાને પોતાના પર પુસ્તક નહીં લખવાની વાત જણાવી
- ભાણેજ અલીઝેહ અગ્નિહોત્રી સાથે સલમાનનું ખાસ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે
- અલીઝેહે ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'ફર્રે'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું
સલમાન ખાન એવા એક્ટરો પૈકી એક છે જે પોતાના પરિવારને સૌથી વધુ પ્રાધાન્ય આપે છે. એટલું જ નહીં, તે તેના ભાણેજોનું પણ એટલું જ ધ્યાન રાખે છે. સલમાન ખાનની ભાણેજ અલીઝેહ અગ્નિહોત્રી સાથે સલમાનનું ખાસ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. અલીઝેહે ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'ફર્રે'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ સલમાન ખાન પ્રોડક્શન હેઠળ બની હતી. OTT પર રિલીઝ થયા બાદ લોકોએ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી. જ્યારે અલીઝેહનું ડેબ્યૂ સફળ થયું ત્યારે દુબઈમાં એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ દરમિયાન હોસ્ટ સોફી ચૌધરીએ અલીઝેહને પૂછયું કે 'જો તેમને તેમના મામા સલમાન ખાન પર પુસ્તક લખવું હોય, તો તે કયો વિષય પસંદ કરશે?.' અલીઝેહે આ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ પહેલાં જ સલમાન ખાને તેને અટકાવીને કહી દીધું હતું કે 'હું તેને મારા પર પુસ્તક લખવા નહીં દઉં.' આ પાછળનું કારણ જણાવતાં સલમાન ખાને કહ્યું 'તે મારા વિશે જાણે જ છે કેટલું?. આટલું કહીને સલમાન હસવા લાગે છે. સલમાન ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ઇવેન્ટની અલીઝેહ સાથેની એક તસવીર પણ શેર કરી છે. આ સિવાય આ ફ્ંક્શનનો એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન બ્લૂ બ્લેઝર સાથે બ્લેક શર્ટમાં જોવા મળે છે. અલીઝેહ સલમાન ખાનની મોટી બહેન અલવીરા અગ્નિહોત્રીની પુત્રી છે.










