• શ્રદ્ધા કપૂરે બન્નેની સેલ્ફી શેર કરી લખ્યું 'દિલ રખ લે પર નીંદ વાપસ કર દે'

  • રેપોર્ટ્સનું માનીએ તો શ્રદ્ધા અને રાહુલની મુલાકાત ફ્લ્મિ 'તુ જૂઠી મેં મક્કાર' દરમિયાન થઈ હતી
  • રાહુલે 'પ્યાર કા પંચનામા 2' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી'માં લેખક તરીકે પણ કામ કર્યું છે

અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની પર્સનલ લાઈફ્ને લઈને ચર્ચામાં રહે છે. તેનું નામ રાઇટર રાહુલ મોદી સાથે લાંબા સમયથી જોડાયેલું છે. પરંતુ બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખૂલીને વાત કરી નથી. પરંતુ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કંઈક એવું પોસ્ટ કર્યું છે, જે દર્શાવે છે કે અભિનેત્રીએ રાહુલ મોદી સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી છે. શ્રદ્ધા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર રાહુલ મોદી સાથેની સેલ્ફી પોસ્ટ કરતી વખતે કેપ્શન લખ્યું છે. શ્રદ્ધાએ લખ્યું છે - દિલ રખ લે પર નીંદ વાપસ કર દે. આ પહેલીવાર છે જ્યારે શ્રદ્ધાએ રાહુલ મોદી માટે કોઈ ઓફીશિયલ પોસ્ટ શેર કરી હોય. તેમના અફેરના સમાચાર ઘણા સમયથી હેડલાઇન્સમાં રહ્યા હતા. બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે જામનગર જતા સમયે બંને મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. રેપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમનો પરિવાર પણ તેમના સંબંધોથી ખુશ છે. રેપોર્ટ્સનું માનીએ તો શ્રદ્ધા અને રાહુલની મુલાકાત ફ્લ્મિ 'તુ જૂઠી મેં મક્કાર' દરમિયાન થઈ હતી. રાહુલ આ ફ્લ્મિ સાથે લેખક તરીકે જોડાયેલો હતો. આ ફ્લ્મિના શૂટિંગ બાદથી તેમનું બોન્ડ વધુ મજબૂત બન્યું છે. ફ્લ્મિનું શૂટિંગ પૂરું થયું ત્યાં સુધીમાં બંને એકબીજા સાથે કર્મ્ફ્ટેબલ બની ગયા હતા. પરંતુ તેઓ તેમના સંબંધને સત્તાવાર બનાવવાની ઉતાવળમાં ન હતા. જણાવી દઇએ કે, લવ રંજન દ્વારા નિર્દેશિત ફ્લ્મિ 'તુ જૂઠી મેં મક્કાર'માં શ્રદ્ધા કપૂરે રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરી હતી. રાહુલે 'પ્યાર કા પંચનામા 2' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી'માં લેખક તરીકે પણ કામ કર્યું છે. એવું કહેવાય છે કે 2022માં શ્રદ્ધાનું ફોટોગ્રાફ રોહન શ્રેષ્ઠ સાથે બ્રેકઅપ થયું હતું. જે બાદ રાહુલ તેમના જીવનમાં આવ્યો છે.


  • Follow us on: