• સાજિદ નડિયાદવાલાએ પોસ્ટર શેર કરતા લખ્યું 'લાઈટ્સ... કેમેરા... અને આ રહ્યો સિકંદર!'

  • સિકંદર ફ્લ્મિ 2025માં ઈદના અવસર પર રિલીઝ થશે
  • નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે સલમાને જુડવા', 'મુઝસે શાદી કરોગી' અને 'કિક' સહિત ઘણી હિટ ફ્લ્મિો આપી છે

સાજિદ નડિયાદવાલાએ 'સિકંદર'ની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં સલમાન ખાનના આઇકોનિક બ્રેસલેટ સાથે ફ્લ્મિનું પોસ્ટર પણ જોઈ શકાય છે.

તેનું બ્રેસલેટ જોઈને સલમાનના ફેન્સની ઉત્તેજના ઘણી વધી ગઈ છે. પોસ્ટર શેર કરતી વખતે સાજિદે લખ્યું 'લાઈટ્સ... કેમેરા... અને આ રહ્યો સિકંદર! આ ફ્લ્મિ 2025માં ઈદના અવસર પર રિલીઝ થશે. ગયા મહિને, 9 મેના રોજ, નિર્માતાઓએ ફ્લ્મિને લગતી બીજી જાહેરાત કરી હતી. નિર્માતાઓએ જણાવ્યું હતું કે, ફ્લ્મિમાં સલમાનની સાથે રશ્મિકા મંદાનાને કાસ્ટ કરવામાં આવી છે. મેકર્સે લખ્યું હતું કે 'અમે સલમાનની સામે ફ્લ્મિ સિકંદર'માં રશ્મિકાને વેલકમ કરીએ છીએ. તેમના ઓન-સ્ક્રીન જાદુને જોવા માટે રાહ જોઈ શકતા નથી.' નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે સલમાને જુડવા', 'મુઝસે શાદી કરોગી' અને 'કિક' સહિત ઘણી હિટ ફ્લ્મિો આપી છે. 'સિકંદર' પહેલા મુરુગાદોસ અને સલમાને 2014માં રિલીઝ થયેલી ફ્લ્મિ જય હો'માં પણ સાથે કામ કર્યુ હતું. મુરુગાદોસ એ ફ્લ્મિના લેખક હતા. ઉલ્લેખનીય છે કે એ.આર. મુરુગાદોસ સલમાન ખાનની આગામી ફ્લ્મિ સિકંદર'નું નિર્દેશન કરી રહ્યા છે. સાજિદ નડિયાદવાલા તેના નિર્માતા છે.


  • Follow us on: