• સરફિરા'ના પહેલા પોસ્ટરમાં અક્ષયનો ડેસિંગ દાઢીવાળો લૂક જોવા મળ્યો

  • સરફિરાનું ટ્રેલર 18મી જૂને રિલીઝ થશે અને ફ્લ્મિ 12મી જુલાઈએ રિલીઝ થવાની છે
  • કુમારની આગામી ફ્લ્મિ સુધા અને શાલિની ઉષાદેવીએ પૂજા તોલાનીના ડાયલોગમાં લખી છે

અક્ષય કુમારની આવનારી ફ્લ્મિ સરફિરાનું પોસ્ટર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયામાં ટૉક ઓફ ધ ટાઉન બન્યું છે. પોસ્ટરની પ્રેરક ટેગલાઇનમાં દર્શાવામાં આવ્યું છે કે 'એટલું મોટું સપનું જોવો કે તમને લોકો પાગલ કહે' પોસ્ટરમાં જોવા મળે છે કે એક્ટરએ દાઢી રાખી છે અને તેના કેટલાક લક્ષ્યો પ્રત્યે મહત્વાકાંક્ષી દેખાય છે અક્ષય કુમારનો આ લૂક અદભુત છે. એક્ટરએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી જેમાં સરફિરા ફ્લ્મિ ર્ફ્સ્ટ લુક અને રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે.

અક્ષય કુમારની ફ્લ્મિઆ ર્ફ્સ્ટ લૂક પોસ્ટરની સાથે, મેકર્સએ જાહેરાત કરી છે કે સરફિરાનું ટ્રેલર 18મી જૂને રિલીઝ થશે અને ફ્લ્મિ 12મી જુલાઈએ રિલીઝ થવાની છે. અક્ષય કુમારે તેના ઈન્સ્ટાગ્રામ પર આ વાત શેર કરતી વખતે લખ્યું, 'એક માણસની સ્ટોરી જેણે મોટા સ્વપ્ન જોવાની હિંમત કરી. અને મારા માટે આ એક સ્ટોરી છે, એક પાત્ર છે, એક ફ્લ્મિ છે, જીવનભરની તક છે!'

ફિલ્મમાં અક્ષય સાથે પરેશ રાવલ, રાધિકા મદન અને સીમા બિશ્વાસ પણ જોવા મળશે

નિર્માતાઓના જણાવ્યા મુજબ સરફિરા ફ્લ્મિ લોકોને પસંદ આવી શકે છે અને સામાન્ય માણસને મોટા સપના જોવા અને તેમની આકાંક્ષાઓનો પીછો કરવા પ્રેરિત કરવાનો પ્રયાસ કરશે, પછી ભલે તે ગમે તેટલું અશક્ય લાગે. અક્ષય સિવાય આ ફ્લ્મિમાં પરેશ રાવલ, રાધિકા મદન અને સીમા બિશ્વાસ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રિપોર્ટ અનુસાર, સરફિરા એ સૂર્યાના સૂરરાય પોટ્રુની રિમેક છે જે પોતે જીઆર ગોપીનાથના સિમ્પલી ફ્લાયઃ અ ડેક્કન ઓડિસીનું રૂપાંતરણ છે. કુમારની આગામી ફ્લ્મિ સુધા અને શાલિની ઉષાદેવીએ પૂજા તોલાનીના ડાયલોગમાં લખી છે.પૂજા તોલાનીના ડાયલોગમાં લખી છે.


  • Follow us on: