• મેકર્સે કંગનાની વ્યસ્તતાને ધ્યાનમાં રાખીને 14 જૂનની રિલીઝ ડેટ પાછી ઠેલવી

  • દિવંગત એક્ટર-દિગ્દર્શક સતીશ કૌશિકની પણ આ છેલ્લી ફ્લ્મિ
  • . ફ્લ્મિમાં ઈન્દિરાના જીવનના ઘણા મહત્ત્વના તબક્કા બતાવવામાં આવશે

  કંગના રનૌતની આગામી ફ્લ્મિ 'ઇમર્જન્સી'ની રિલીઝ ડેટ ફ્રી એકવાર મોકૂફ્ રાખવામાં આવી છે. મેકર્સે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરીને આ માહિતી આપી હતી. નિર્માતાઓએ લખ્યું 'કંગના આ દિવસોમાં દેશની સેવામાં વ્યસ્ત હોવાથી અમે ફ્લ્મિ ઇમર્જન્સીની રિલીઝ ડેટ આગળ વધારી રહ્યા છીએ. અમે તમને ટૂંક સમયમાં આ વિશે વધુ માહિતી આપીશું. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં આ ફ્લ્મિ ગત વર્ષે 24 નવેમ્બરે અને પછી આ વર્ષે 14 જૂને રિલીઝ થવાની હતી. આ દિવસોમાં કંગના પોતાનો સમગ્ર સમય ચૂંટણી પ્રચાર માટે ફાળવી રહી છે. તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં મંડી જિલ્લામાંથી ભાજપના ઉમેદવાર છે. આવી સ્થિતિમાં તે આ ફ્લ્મિના પ્રમોશન માટે પોતાનો સમય ફાળવી શકતી નથી. કંગના ઉપરાંત અનુપમ ખેર, શ્રોયસ તલપડે, મહિમા ચૌધરી અને મિલિંદ સોમન જેવા કલાકારો પણ ઇમર્જન્સીમાં જોવા મળશે. દિવંગત એક્ટર-દિગ્દર્શક સતીશ કૌશિકની પણ આ છેલ્લી ફ્લ્મિ છે. કંગનાએ પોતે જ આ ફ્લ્મિનું નિર્દેશન કર્યું છે. ફ્લ્મિમાં ઈન્દિરાના જીવનના ઘણા મહત્ત્વના તબક્કા બતાવવામાં આવશે. આ ફ્લ્મિમાં એક્ટિંગ ઉપરાંત કંગનાએ પોતે તેનું દિગ્દર્શન પણ કર્યું છે.


  • Follow us on: