• વિકી કૌશલ છાવા ફિલ્મમાં પહેલી વખત પિરિયડ ડ્રામા ફિલ્મમાં કામ કરી રહ્યો છે

  • ફિલ્મમાં તનતોડ મહેનત કરવાની પણ ખૂબ જ મજા આવી હતી
  • વિકી પણ આ ફિલ્મને પોતાના કરિયર માટે ખૂબ જ ખાસ ફિલ્મ માને છે

વિકી કૌશલ આજકાલ તેમની આગામી ફિલ્મ 'બેડ ન્યૂઝ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

આ ફિલ્મના પ્રમોશન દરમિયાન એક્ટરે ઇન્ટરવ્યૂ દરમિયાન તેમની કરિયરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'છાવા' વિશે ખુલ્લીને વાત કરી છે. એક્ટરે આ વાતચીત દરમિયાન ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજના રોલને એક મોટી જવાબદારી કહી હતી. આ સાથે જ જણાવ્યું હતું કે ફિલ્મમાં તનતોડ મહેનત કરવાની પણ ખૂબ જ મજા આવી હતી. નિર્માતા ટૂંક સમયમાં આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરશે. વિકી કૌશલ પહેલીવાર પિરિયડ ડ્રામા ફિલ્મમાં કામ કરે છે. તો બીજી તરફ્ એક્ટરના ફેન્સ પહેલાંથી જ આ ફિલ્મ અંગે ખૂબ જ ઉત્સાહિત છે. વિકી પણ આ ફિલ્મને પોતાના કરિયર માટે ખૂબ જ ખાસ ફિલ્મ માને છે. વધુમાં એક્ટરે કહ્યું આ ફિલ્મે મને શારીરિક અને ઇમોશનલી સૌથી વધુ અસર કરી છે. આ કામ મારા માટે પણ ખૂબ જ પડકારજનક રહ્યું છે. ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે વિકી કૌશલને પૂછવામાં આવ્યું કે દર્શકો આ ફિલ્મ કેટલા સમય સુધી જોઈ શકશે? એક્ટરે કહ્યું, ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે. પરંતુ પોસ્ટ પ્રોડક્શનનું કામ હજુ પણ ચાલુ છે. એ.આર. રહેમાન સર બેકગ્રાઉન્ડ સ્કોર અને સંગીત બનાવવામાં વ્યસ્ત છે. ફિલ્મમાં ઘણા બધા વીએફ્એક્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બધું પૂરું થયા પછી જ ફિલ્મના નિર્માતા રિલીઝ ડેટની જાહેરાત કરી શકશે. વિકી કૌશલ અને રશ્મિકાની જોડી પહેલીવાર ફિલ્મ 'છાવા'માં સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મમાં એક્ટ્રેસ યેસુબાઈ ભોસલેના રોલમાં જોવા મળશે. તો બીજી તરફ્ અક્ષય ખન્ના આ ફિલ્મમાં મુગલ શાસક ઔરંગઝેબના રોલમાં છે. લક્ષ્મણ ઉતેકર ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ પહેલાં પણ વિકીએ નિર્દેશક લક્ષ્મણ ઉતેકર સાથે ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે'માં કામ કર્યું હતું. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો વિકી કૌશલની ફિલ્મ 'બેડ ન્યૂઝ' 19 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આનંદ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરે દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં વિકી કૌશલ ઉપરાંત તૃપ્તિ ડિમરી, એમી વર્ક, સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ લીડ રોલમાં છે. 'છાવા' સિવાય વિકી કૌશલ નિર્દેશક સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માં પણ કામ કરી રહ્યો છે, જેમાં તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે.


  • Follow us on: