• લગ્નના 12 દિવસ બાદ સોનાક્ષી સિન્હાએ ટ્રોલિંગ કરનાર લોકોને સણસણતો જવાબ આપ્યો

  • થોડા દિવસો પહેલાં સોનાક્ષીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો
  • સોનાક્ષી છેલ્લે સંજય લીલા ભણસાલીની સિરીઝ 'હીરામંડી'માં જોવા મળી હતી

સોનાક્ષી સિન્હાએ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે ઇન્ટરફેથ લગ્ન કર્યા હતા. આ કપલ તેમના લગ્નને લઈને ઘણું ટ્રોલ થયું હતું. કારણ કે તેમણે એક મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 12 દિવસ બાદ સોનાક્ષીએ ટ્રોલિંગનો જવાબ આપ્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સોનાક્ષીએ લગ્ન પછીના તેમના જીવન વિશે વાત કરતા કહ્યું ,'આનાથી વધુ સારું કંઈ નથી. તેની સુંદરતા એ છે કે હું આજે પણ પહેલાં જેવો જ અનુભવું છું. હું ખુશ છું કે લગ્ન પહેલાં મારું જીવન ખૂબ જ સારું હતું અને અત્યારે પણ હું એ જ સ્થિતિમાં છું.'

થોડા દિવસો પહેલાં સોનાક્ષીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં તે અને ઝહીર ઈકબાલ સાથે હોસ્પિટલમાંથી બહાર આવી રહ્યા હતા. આ જોઈને લોકો તેની પ્રેગ્નન્સી વિશે વાત કરવા લાગ્યા. ટ્રોલર્સ પર નિશાન સાધતા સોનાક્ષીએ કહ્યું 'લગ્ન પછી એક જ બદલાવ આવ્યો છે કે હું હવે હોસ્પિટલમાં જઈ શકીશ નહીં. કારણ કે હોસ્પિટલમાંથી બહાર આવતા જ લોકો વિચારશે કે હું ગર્ભવતી છું. મારા જીવનમાં પહેલાં અને હવે આ જ બદલાવ છે.' સોનાક્ષીએ આ વાત એક ઇન્ટરવ્યૂમાં કહી હતી.

સોનાક્ષી છેલ્લે સંજય લીલા ભણસાલીની સિરીઝ 'હીરામંડી'માં જોવા મળી હતી. સિરીઝમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. હવે સોનાક્ષી ટૂંક સમયમાં રિતેશ દેશમુખ અને સાકિબ સલીમ સાથે 'કાકુડા'માં જોવા મળશે. આ ફિલ્મ 12 જુલાઈએ ZEE5 પર રિલીઝ થશે.


  • Follow us on: