• મર્ચન્ટ્સે તેમના બેંકર્સને યૂપીઆઈ પર રૂપે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ બંધ કરવા જણાવ્યું

  • હાલમાં માત્ર રૂપે ક્રેડિટ કાર્ડ્સને યૂપીઆઈ સાથે લિંક કરવાની છૂટ
  • હાલમાં દેશમાં 7 કરોડ મર્ચન્ટ્સ યૂપીઆઈ પ્લેટફેર્મનો ઉપયોગ કરી રહ્યાં છે

દેશમાં ટોચની પ્રાઈવેટ બેંક છેલ્લાં ચારથી પાંચ મહિનાઓછી યુનિફઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ(UPI) પર રૂપે ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ ગ્રાહકોની પસંદ બન્યાં છે. કેમકે તે 45-50 દિવસોની વ્યાજમુક્ત ક્રેડિટ સાથે ઝડપી અને અનૂકૂળ એવા યૂપીઆઈ પર ઘણી સારી ક્રેડિટ કાર્ડ ઓર્ફ્સ અને રિવોર્ડ્સ આપી રહ્યાં છે. હાલમાં માત્ર રૂપે ક્રેડિટ કાર્ડ્સને યૂપીઆઈ સાથે લિંક કરવાની છૂટ છે.

મે મહિનામાં રૂ. 50-60 કરોડના દૈનિક ટ્રાન્ઝેક્શન પરથી યૂપીઆઈ પર રૂપે ટ્રાન્ઝેક્શન્સનું પ્રમાણ ઓક્ટોબરમાં દૈનિક રૂ. 100 કરોડ પર પહોંચ્યું છે. જે સપ્તાહાંતે દૈનિક રૂ. 150-200 કરોડ પર પહોંચે છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. કેટલાંક મહિનાઓ અગાઉ નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યુઅન્સમાં 10 ટકાથી નીચા હિસ્સા પરથી હાલમાં રૂપે ક્રેડિટ કાર્ડનો હિસ્સો નવા ક્રેડિટ કાર્ડ્સમાં 25 ટકા પર પહોંચ્યો છે. જે મહિને લગભગ ચાર લાખ કાર્ડ્સ જેટલો છે એમ રૂપે અને યૂપીઆઈનું સંચાલન કરનાર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ્ ઈન્ડિયા(એનપીસીઆઈ) જણાવે છે.

જેણે 15-20 ટકા જેટલા નાનાથી લઈ મોટા મર્ચન્ટ્સને માટે અકળામણ ઊભી કરી છે. તેમણે તેમની બેંક્સને યૂપીઆઈ પર રૂપે ક્રેડિટ કાર્ડના વપરાશને અટકાવવા માટે વિનંતી કરી હોવાનું બહુવિધ બેંક્સ અને યૂપીઆઈ એપ્સ જણાવી રહ્યાં છે. હાલમાં દેશમાં 7 કરોડ મર્ચન્ટ્સ યૂપીઆઈ પ્લેટફેર્મનો ઉપયોગ કરી રહ્યાં છે. આમ, કરવાનું કારણ મર્ચન્ટ્સે ગ્રાહક તરફ્થી રૂપે ક્રેડિટ કાર્ડ્સના ઉપયોગ પર તેમના બેંકરને ચૂકવવાનો થતો ઊંચો ડિસ્કાઉન્ટ રેટ(MDR) છે. સામાન્યરીતે ક્રેડિટ કાર્ડ પર મર્ચન્ટ 2 ટકા અથવા રૂ. 1000ના ટ્રાન્ઝેક્શન પર રૂ. 20નો એમડીઆર ચૂકવતાં હોય છે. જેમાંથી 1.5 ટકા અથવા રૂ. 15ને ઈન્ટરચેન્જ કહેવામાં આવે છે. જે કાર્ડ-ઈસ્યુકર્તા બેંકને મળે છે. જ્યારે 0.5 ટકા હિસ્સો મર્ચન્ટ એક્વાયરીંગ-બેંક અને કાર્ડ નેટવર્ક્સ પાસે જાય છે.


  • Follow us on: