• દર્શિલ સફારીએ પોસ્ટ શેર કરી કહ્યું, 4 દિવસ પછી કોઇ મોટી જાહેરાત થશે

  • વિવેચનાત્મક અને વ્યવસાયિક રીતે સફ્ળ રહી અને દર્શિલ રાતોરાત સુપરસ્ટાર બની
  • 16 વર્ષ બાદ દર્શિલ ફ્રી એકવાર આમિર ખાન સાથે

દર્શિલ સફરીએ 2007માં આમિર ખાનની ફ્લ્મિ તારે જમીન પર દ્વારા બાળ-કલાકાર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફ્લ્મિ વિવેચનાત્મક અને વ્યવસાયિક રીતે સફ્ળ રહી અને દર્શિલ રાતોરાત સુપરસ્ટાર બની ગયો. હવે 16 વર્ષ બાદ દર્શિલ ફ્રી એકવાર આમિર ખાન સાથે કામ કરવા જઈ રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.દર્શિલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે આમિર સાથેનો કોલાજ શેર કર્યો હતો. આ ફેટામાં બે ચિત્રો છે. પહેલો સીન 16 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફ્લ્મિ તારે જમીન પરનો છે, જ્યારે બીજામાં બંને કલાકારો ફ્રી સાથે જોવા મળે છે. આને શેર કરતા દર્શિલે લખ્યું, બૂમ.. 16 વર્ષ પછી અમે ફ્રી સાથે છીએ. લાગણીશીલ? હા.. તે થોડો હતો.... ચાર્જ્ડ? બિલકુલ. આ અનુભવ માટે મારા પ્રિય માર્ગદર્શકને ઘણો પ્રેમ. કંઈક મોટું જાહેર થવાનું છે. 4 દિવસ બાકી છે..જો કે દર્શિલે હજી સુધી આ પ્રોજેક્ટનું નામ અને વિગતો શેર કરી નથી, જો રિપોટ્ર્સનું માનીએ તો તે આમિર ખાનની આગામી ફ્લ્મિ સિતારે જમીન પરમાં જોવા મળશે. આ ફ્લ્મિનો વિષય પણ તારે જમીન પરના વિષય જેવો જ છે. આ ફ્લ્મિના નિર્માતા ઉપરાંત આમિર તેમાં અભિનય કરતો પણ જોવા મળશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ ફ્લ્મિ સિવાય આમિર સની દેઓલ સ્ટારર લાહોર 1947 પણ પ્રોડયુસ કરી રહ્યો છે. તે આવતા વર્ષે ગણતંત્ર દિવસ પર રિલીઝ થઈ શકે છે. દર્શિલની અગાઉની ફ્લ્મિ 2003માં રિલીઝ થયેલી હુકુસ-બુકસ હતી. તે ગયા વર્ષે એક ગુજરાતી ફ્લ્મિ કચ્છ એક્સપ્રેસમાં પણ જોવા મળ્યો હતો.


  • Follow us on: