• દીપિકા-રણવીર શાહરુખ ખાનના ઘર મન્નત પાસે નવું ઘર લઈ રહ્યા છે

  • મુંબઈમાં તેમના નવા ઘરના નિર્માણ સ્થળ પર પહોંચી હતી
  • જેને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે

બોલિવૂડ રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ તેમના માતાપિતા સાથે મુંબઈમાં તેમના નવા ઘરના નિર્માણ સ્થળ પર પહોંચી હતી. જેને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં રણવીરસિંહ ટૂંકા વાળમાં જોવા મળી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, દીપિકા-રણવીર શાહરુખ ખાનના ઘર મન્નત પાસે નવું ઘર લઈ રહ્યા છે. વીડિયોમાં દીપિકા બ્લેક લૂકમાં જોવા મળી રહી છે. તેમણે બ્લેક ટી-શર્ટ સાથે કાળું પેન્ટ પહેર્યું છે. જ્યારે રણવીરસિંહ ટૂંકા વાળમાં ચહેરા પર માસ્ક પહેરેલો જોવા મળ્યો હતો. તેમણે બ્લેક ટી-શર્ટ સાથે એનિમલ પ્રિન્ટ હાફ્ પેન્ટ પહેર્યું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો પર કમેન્ટ કરતાં એક ફેને લખ્યું હતું, મને રણવીરસિંહને લાંબા વાળમાં જોવાની એટલી આદત પડી ગઈ છે કે હું તેને ઓળખી શકતો નથી. તે જ સમયે, એક યૂઝરે રણવીરના વખાણ કર્યા અને લખ્યું, રણવીરસિંહ ટૂંકા વાળમાં ખૂબ જ યુવાન લાગી રહ્યો છે. તે જ સમયે એક યૂઝરે લખ્યું કે શું રણવીર ખરેખર અહીં બ્લેક ટી-શર્ટ પહેરીને ઊભો છે. મેં આ વીડિયો ઘણી વખત જોયો છે પરંતુ હજુ પણ હું વિશ્વાસ નથી કરી શકતો કે તે રણવીરસિંહ છે.


  • Follow us on: