- રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં હવે મહિલા કોપની એન્ટ્રી થશે
- 'સિંઘમ'ના આગામી ભાગમાં ટાઇગર શ્રોફ્ પણ નવા કોપ તરીકે જોવા મળશે
- 'સિંઘમ- 3'માં દીપિકા પાદુકોણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે
2011માં 'સિંઘમ' અને 2014માં 'સિંઘમ રિટર્ન્સ' રિલીઝ થઈ ત્યારથી અજય દેવગનના ચાહકો 'સિંઘમ 3'ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે 'સિંઘમ'ના આગામી ભાગમાં ટાઇગર શ્રોફ્ પણ નવા કોપ તરીકે જોવા મળશે. 'ટાઈગર' બાદ હવે બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ પણ ચર્ચામાં છે. રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં અત્યાર સુધી આપણને કોઈપણ મહિલા કોપ જોવા મળી નથી. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા પાદુકોણ આ ગેપને ભરશે. એક અહેવાલ અનુસાર 'સિંઘમ- 3'માં દીપિકા પાદુકોણ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે, જેને રોહિત શેટ્ટી 'સિંઘમ અગેઇન'ના નામથી દર્શકો સમક્ષ રજૂ કરશે. રિપોર્ટમાં સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તે એક મહિલા કોપની ભૂમિકામાં જોવા મળશે, જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત છે. રિપોર્ટમાં દીપિકાના પાત્ર વિશે કહેવામાં આવ્યું હતું કે આ ફ્લ્મિમાં તેનો રોલ ખૂબ જ ખાસ હશે. મહિલા કોપ હોવાની સાથે તે 'સિંઘમ' ની બહેનના રોલમાં જોવા મળશે. જો કે હાલમાં આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જો ફ્લ્મિની રિલીઝ ડેટની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફ્લ્મિ ઓગસ્ટ 2024 સુધી સિનેમાઘરોમાં આવી શકે છે. જોકે, આ દિવસોમાં દીપિકા પાદુકોણ શાહરુખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'ને લઈને હેડલાઈન્સનો ભાગ છે. આ ફ્લ્મિમાં તે કેમિયો રોલમાં જોવા મળશે. જવાન 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તે જ વર્ષે દીપિકા પણ SRK સાથે પઠાણમાં જોવા મળી હતી. બંનેની કેમેસ્ટ્રી સ્ક્રીન પર ખૂબ જ જોરદાર હતી અને ફ્લ્મિે દુનિયાભરમાંથી 1,000 કરોડથી વધુની કમાણી કરી હતી.










