- ફ્લ્મિે અત્યાર સુધીમાં બોક્સ ઓફ્સિ પર રૂ. 520 કરોડથી વધુની કમાણી કરી
- રાજવીર દેઓલ ટૂંક સમયમાં જ ફ્લ્મિ 'દોનો'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે
- રાજવીરની સાથે પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા પણ આ ફ્લ્મિથી ડેબ્યૂ કરશે
બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલો સની દેઓલના પુત્ર રાજવીરે પોતાના પિતાની સફળતા વિશે મોકળા મને વાત કરી ,સની દેઓલનો પુત્ર રાજવીર દેઓલ ટૂંક સમયમાં જ ફ્લ્મિ 'દોનો'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં તેના પિતા અને ભાઈ કરણ દેઓલના સંઘર્ષ વિશે વાત કરી હતી. જ્યાં 'ગદર-2' પહેલા છેલ્લા બે દાયકાથી સની હિટ ફ્લ્મિની શોધમાં હતો. જ્યારે કરણ 2019 માં રિલીઝ થયેલી તેની પ્રથમ ફ્લ્મિ સાથે દર્શકો અને વિવેચકોને પ્રભાવિત કરવામાં નિષ્ફ્ળ ગયો. એક ઈન્ટરવ્યૂમાં રાજવીરે કહ્યું કે આખો દેઓલ પરિવાર 'ગદર-2'ની સફ્ળતા પર વિશ્વાસ કરી શકતો નથી. આ ફ્લ્મિે અત્યાર સુધીમાં બોક્સ ઓફ્સિ પર રૂ. 520 કરોડથી વધુની કમાણી કરી છે અને તે ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફ્લ્મિ છે. રાજવીરે કહ્યું કે તે તેના પિતા માટે પુનર્જન્મ જેવું છે જે 80 અને 90ના દાયકામાં બોલિવૂડના સૌથી મોટા સ્ટાર હતા. રાજવીરે આગળ કહ્યું 'હું તેને છેલ્લા 22 વર્ષથી સંઘર્ષ અને કામ કરતા જોઉં છું. તેઓ કોઈ દિવસ રજા પર નથી હોતા. જ્યારે લોકો મારી પાસે આવતા અને કહેતા કે એક અભિનેતાનું જીવન ખૂબ જ સરળ હોય છે, તેઓ ફરતા રહે છે, કદાચ અન્ય કલાકારોને જોઈને આ લોકોને આ લાગ્યું હશે. આ સાંભળીને મને ખૂબ ગુસ્સો આવતો હતો કારણ કે મેં મારા પપ્પાને કામ કરતા જોયા છે. મેં જોયું છે કે તે પોતાના કામને કારણે પરિવારને સમય આપી શકતા નથી, આખરે તેને 'ગદર-2' જેવી હિટ ફ્લ્મિ મળી અને તેઓ તેના હકદાર પણ છે. મને ખબર નથી કે આ લાગણીને કેવી રીતે સમજાવવી પરંતુ હું હજી પણ તેના પર વિશ્વાસ કરી શકતો નથી. '
કદી હાર ન માનવાનું દાદા પાસેથી શીખ્યા : રાજવીર










