- ધનુષ અને ઐશ્વર્યાના છૂટાછેડા પર સિંગર સુચિત્રાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું
- સિંગર સુચિત્રાએ તેમના ઇન્ટરવ્યૂમાં ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવા અંગે નિવેદન આપ્યું
- છતાં બંને અલગ-અલગ લોકો સાથે ડેટ પર જતા હતા
સાઉથના સુપરસ્ટાર ધનુષ અને રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાએ 2022માં અલગ થવાની જાહેરાત કરી હતી. 18 વર્ષના લગ્નજીવન પછી તેમના અલગ થવાનું સાચું કારણ બહાર આવ્યું નથી. હવે સિંગર સુચિત્રાએ તેમના ઇન્ટરવ્યૂમાં ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવા અંગે નિવેદન આપ્યું છે. સુચિત્રાએ દાવો કર્યો છે કે ધનુષ અને ઐશ્વર્યાએ તેમના લગ્ન દરમિયાન એકબીજા સાથે છેતરપિંડી કરી હતી. તેઓ એકબીજા સાથે છેતરપિંડી કરતા હતા અને લગ્નેતર સંબંધો ધરાવતા હતા. સુચિત્રા કહે છે કે પરિણીત સંબંધમાં હોવા છતાં બંને અલગ-અલગ લોકો સાથે ડેટ પર જતા હતા. સુચિત્રાએ કહ્યું કે ઐશ્વર્યા સારી માતા નથી. ધનુષ પિતા તરીકેની પોતાની ફ્રજ નિભાવી રહ્યો છે. ઐશ્વર્યાએ ધનુષ પર લગાવેલા આરોપો પર સુચિત્રાએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું 'ઐશ્વર્યા ધનુષ પર તેમની સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવી રહી છે. પરંતુ તેમણે પણ લગ્નજીવન દરમિયાન આવું જ કર્યું છે. ઐશ્વર્યાએ ધનુષ સાથે છેતરપિંડી કરી છે, ધનુષે ઐશ્વર્યા સાથે છેતરપિંડી કરી છે. તેઓ એક કપલ છે જે એકબીજા સાથે વ્યવસ્થિત રીતે છેતરપિંડી કરે છે.
જ્યારે સુચિત્રાને પૂછવામાં આવ્યું કે તે ધનુષ અને ઐશ્વર્યા પર કયા આધારે આરોપ લગાવી રહી છે? આ પર તેમણે કહ્યું કે બંને વચ્ચે મારામારી થઈ છે. તે જે લોકો સાથે ડેટિંગ કરતો હતો તેની સાથે તે બારમાં બેસીને ડ્રિંક કરતો હતો. સુચિત્રાએ પૂછયું, લગ્ન થયા પછી ડેટ કરવું સામાન્ય છે? સુચિત્રાના નિવેદન પર હજુ સુધી ધનુષ અને ઐશ્વર્યા તરફ્થી કોઈ નિવેદન આવ્યું નથી. સાઉથ સિનેમા સાથે સંકળાયેલા લોકોએ કહ્યું કે સમય સમય પર ધનુષના તેની કો-એક્ટ્રેસ સાથે લિંક-અપના સમાચાર તેમના અલગ થવાનું મુખ્ય કારણ બની ગયા. ધનુષ સાથે જોડાયેલા નામોમાં અમલા પોલ, શ્રુતિ હાસન અને ત્રિશા કૃષ્ણનનું નામ સૌથી આગળ છે. 2020માં તેનું નામ શ્રુતિ સાથે જોડાયું હતું. શ્રુતિએ ઐશ્વર્યા દ્વારા નિર્દેશિત ફ્લ્મિ 'તીન'માં ધનુષ સાથે કામ કર્યું હતું.










