- CBFCએ ધાર્મિક દબાણને કારણે OMG-2માં 27 કટ કર્યા છેઃ વિવેક અગ્નિહોત્રી
- ફિલ્મની રિલીઝ પહેલાં લગભગ 25 ફેરફારો કરવાનું સૂચન કર્યું હતું
- અગ્નિહોત્રીએ વાતચીત દરમિયાન તેમનામાં થયેલા ફેરફારોનો પણ ઉલ્લેખ કર્યો
અક્ષયકુમાર અને પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ OMG-2માં સેન્સર બોર્ડે નિર્માતાઓને ફિલ્મની રિલીઝ પહેલાં લગભગ 25 ફેરફારો કરવાનું સૂચન કર્યું હતું. હવે ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ સેન્સર બોર્ડના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. વિવેક રંજન અગ્નિહોત્રી પોતે પણ CBFC (સેન્ટ્રલ બોર્ડ ઑફ્ ફિલ્મ સર્ટિફિકેશન)ના બોર્ડ મેમ્બર છે. વિવેક અગ્નિહોત્રીએ વાતચીત દરમિયાન તેમનામાં થયેલા ફેરફારોનો પણ ઉલ્લેખ કર્યો છે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું છે કે સેન્સર બોર્ડે 'OMG-2' પર બિનજરૂરી કાપ મૂક્યો છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું છે કે સેન્સર બોર્ડ જેવી સંસ્થાની જરૂર નથી. હકીકતમાં સેન્સર બોર્ડે માગ કરી છે કે ફિલ્મમાં અક્ષયકુમારના રોલને ભગવાન શિવના રૂપમાં નહીં પરંતુ શિવભક્ત તરીકે દર્શાવવામાં આવે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે તે સમીક્ષા સમિતિનો ભાગ નથી અને તેમણે હજુ સુધી ફિલ્મ જોઈ નથી.જ્યારે વિવેક અગ્નિહોત્રીને પૂછવામાં આવ્યું કે 'OMG-2'માં અક્ષયકુમારને ભગવાન શિવને બદલે શિવના ભક્ત તરીકે બતાવવામાં આવ્યા છે ત્યારે તેમનો શું અભિપ્રાય છે, તો તેમણે કહ્યું કે આવું કરવું યોગ્ય નથી. તેમણે કહ્યું, જે પણ ફેરફારો સૂચવવામાં આવ્યા છે તેમની સાથે હું સહમત નથી. હું સીબીએફસીનો બોર્ડ મેમ્બર પણ છું, છતાં હું આ વાતની વિરુદ્ધ છું. હું માનું છું કે CBFCને કોઈ ફેરફાર કે કાપ કરવા દબાણ ન કરવું જોઈએ. આજે જે કંઈ થઈ રહ્યું છે, તે સામાજિક અને ધાર્મિક દબાણને કારણે થઈ રહ્યું છે.










