- કંપનીના મતે યુએસ કંપનીના એન્જિન ખામી ભરેલાં
- કોર્ટને એરલાઇનની વિનંતીને મોકૂફ્ રાખવા અથવા રદ કરવા જણાવ્યું
- ગો એરલાઈન્સે ડેલાવેર કોર્ટમાં જણાવ્યું હતું કે પ્રાટની દલીલ નિષ્ફળ ગઈ
ભારતીય ઉડ્ડયન કંપની ગો એરલાઈન્સે એન્જિન મેકર પ્રાટ એન્ડ વ્હીટની સાથેના વિવાદમાં ડેલાવર ખાતે તત્કાળ આર્બિટ્રેશન ઓર્ડરને લાગુ પાડવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. ઉડ્ડયન કંપનીએ પોતાને બિઝનેસમાં જાળવી રાખવા માટે આમ જણાવ્યું છે.
ગો ફર્સ્ટે રેયથીઓન ટેક્નોલોજિસની માલિકીની એન્જિન ઉત્પાદકને તેની નાણાકીય પરેશાનીઓ અને તાજેતરમાં તેના સ્વૈચ્છિક બેન્ક્રપ્સી ફાઇલિંગ માટે જવાબદાર ગણાવી છે. તેના મતે યુએસ કંપનીએ તેને ખામી ભર્યા એન્જિન સપ્લાય કરવા સાથે સમયસર એન્જિન રિપ્લેસ નહોતાં કર્યા જેને કારણે તેણે અડધા વિમાનોનો ઉપયોગ કરી શકી નહોતી. ગો એરલાઇન્સે માર્ચમાં સિંગાપુરમાં આપવામાં આવેલા આર્બિટ્રેશન ઓર્ડરને લાગુ પાડવા માટે ડેલાવેર સ્થિત ડિસ્ટ્રિક્ટ કોર્ટનો અભિગમ કર્યો છે.










