• રૂ. 2,000ની નોટને લઈને ચિંતામાં ઘટાડો જોવા મળ્યો હતો

  • ગોલ્ડના પ્રીમિયમમાં ઘટાડો નોંધાયો હતો
  • તેમને આરબીઆઈની સ્પષ્ટતાં અંગે સમજાવતા તેઓ પરત ફર્યા છે

રિઝર્વ બેંક ઓફ્ ઈન્ડિયાએ 30 સપ્ટેમ્બર પછી રૂ. 2,000ની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે તે પ્રકારની સ્પષ્ટતાં કરતાં રૂ. 2,000ની નોટને લઈને ચિંતામાં ઘટાડો જોવા મળ્યો હતો. જેની પાછળ હવાલા માર્કેટમાં ડોલરના પ્રીમિયમમાં તથા ગોલ્ડના પ્રીમિયમમાં ઘટાડો નોંધાયો હતો. સોમવારે અમદાવાદ ખાતે લાલ નોટ તરીકે ઓળખાતી રૂ. 2,000ની ચલણી નોટમાં ગોલ્ડની ખરીદી માટે રૂ. 1,000-1,500 સુધીનું પ્રીમિયમ જોવા મળતું હતું. જે શનિવારે જોવા મળતાં રૂ. 7-8 હજારના પ્રીમિયમ સામે નોંધપાત્ર ઘટાડો સૂચવતું હતું. શનિવારે સાંજે લાલ નોટ સામે સોનું રૂ. 68-70 હજારમાં ખરીદાયું હતું. જ્યારે સોમવારે તે રૂ. 64,000માં પ્રાપ્ય હતું. જેની સામે રૂટિન ભાવ રૂ. 62,500 આસપાસ જોવા મળતો હતો. બુલિયન વર્તુળોના મતે સોમવારે અનેક ગ્રાહકો રૂ. 2,000ની નોટ લઈને આવતાં હતાં. જોકે, તેમને આરબીઆઈની સ્પષ્ટતાં અંગે સમજાવતા તેઓ પરત ફર્યા છે.


  • Follow us on: