• અનુરાગ કશ્યપે એક ઇન્ટરવ્યૂમાં પોતાની ફિલ્મની કારકિર્દીમાં આવેલા ઉતાર-ચઢાવ વિશે વાત કરી

  • નેટફ્લિક્સે તેનો એક પ્રોજેક્ટ 'મેક્સિમમ સિટી' બનાવવાથી પીછેહઠ કરી
  • 'મેક્સિમમ સિટી' લેખક સુકેતુ મહેતાની પ્રખ્યાત નવલકથા છે

અનુરાગ કશ્યપ બોલિવૂડના લોકપ્રિય નિર્દેશક છે. અનુરાગ કશ્યપે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, નેટફ્લિક્સે તેનો એક પ્રોજેક્ટ 'મેક્સિમમ સિટી' બનાવવાથી પીછેહઠ કરી છે. તે સમયગાળો અનુરાગ કશ્યપના જીવનનો ખૂબ જ મુશ્કેલ સમય હતો. તે સમયે તે ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો.અનુરાગે વધુમાં જણાવ્યું કે, પરેશાન હોવાને કારણે તેણે વધુ પડતો દારૂ પીવાનું શરૂ કર્યું. એક સમયે તેને દારૂની લત પણ લાગી ગઈ હતી. અનુરાગ કશ્યપને બે હાર્ટએટેક આવ્યા હતા. આવી સ્થિતિમાં તેમનું જીવન ખરાબ થઈ ગયું હતું. તેણે કહ્યું 'એવું લાગતું હતું કે મેં બધું ગુમાવી દીધું છે.' તમને જણાવી દઈએ કે 'મેક્સિમમ સિટી' લેખક સુકેતુ મહેતાની પ્રખ્યાત નવલકથા છે. અનુરાગ કશ્યપ આ નવલકથા પર આધારિત વેબ સિરીઝ બનાવી રહ્યો હતો. ઇન્ટરવ્યૂ દરમિયાન ડિરેક્ટરે કહ્યું 'આ મારા જીવનનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ કામ હતું. મેં આવું પ્રામાણિક અને મહત્ત્વનું કામ ક્યારેય કર્યું ન હતું.' આવી સ્થિતિમાં વેબ સિરીઝ 'તાંડવ' પર મળેલા રિએક્શન બાદ Netflixનું 'મૅક્સિમમ સિટી'માંથી ખસી જવાથી અનુરાગને અંદરથી હચમચી ગયો હતો. જોકે Netflixએ આમ કરવા માટે કોઈ કારણ આપ્યું નથી. અનુરાગને લાગ્યું કે કાં તો વાર્તા દેશના રાજકીય વાતાવરણ માટે ખૂબ જ સંવેદનશીલ છે અથવા નેટફ્લિક્સ તેની સાથે કામ કરવા માગતું નથી.


  • Follow us on: