- લોરેન્સની ધમકીઓને કારણે સલમાનના પરિવારના દરેક સભ્યની સુરક્ષા વધારી દેવામાં આવી
- સલમાન ખાનના બનેવી આયુષ શર્માની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે
- આયુષ શર્માની ફિલ્મ 'રુસલાન' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે
લોરેન્સ ગેંગની ધમકીઓને કારણે હવે સલમાન ખાનના પરિવારના દરેક સભ્યની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો અહેવાલોનું માનીએ તો, સલમાન ખાનના બનેવી આયુષ શર્માની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધારાના પગલાં લેવામાં આવી રહ્યા છે. હવે તે જ્યાં જશે ત્યાં તેની સુરક્ષા માટે પોલીસકર્મીઓ તૈનાત રહેશે. આયુષ શર્માની ફિલ્મ 'રુસલાન' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે અભિનેતાએ ઘણો પ્રવાસ કરવો પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આયુષ શર્મા કડક સુરક્ષા સાથે પ્રમોશનલ ઇવેન્ટ્સમાં જશે. જેમાં પોલીસ કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવશે જેઓ તેમની દરેક જાહેર હાજરી દરમિયાન તેમની સાથે રહેશે. આ સિવાય આયુષની મુસાફ્રી પણ બુલેટપ્રૂફ્ વાહનોમાં જ કરવામાં આવશે. આ તમામ પગલાં અધિકારીઓ દ્વારા લેવામાં આવી રહ્યા છે જેથી તે ઇવેન્ટ દરમિયાન કલાકારોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય જેમાં તેમને ભીડ સાથે વાતચીત કરવાની જરૂર હોય.










