- કર્મચારીઓએ 2023ના પ્રથમ અર્ધવાર્ષિકગાળા સુધી કામ કર્યું
- સિનિયર ડિરેક્ટર તરીકે નિમણૂંક ધરાવતાં માર્ક શોબિંગરે ક્લાસ-એક્શન લોસ્યૂટ ફઈલ કર્યું
- ટ્વિટર તરફ્થી બોનસ નહિ મેળવનારા વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ વતી ફરીયાદ કરી
ટ્વિટરના કર્મચારીઓએ તેમને 2022 માટેનું બોનસ નહિ ચૂકવવા બદલ એલન મસ્કની માલિકીની કંપની સામે કોર્ટમાં ફરીયાદ કરી છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ સોશિયલ મિડિયા કંપનીએ 2022 માટે તેમના ટાર્ગેટ એમાઉન્ટ્સની 50 ટકા રકમ બોનસ તરીકે ચૂકવવાનો વાયદો કર્યો હતો. ઓક્ટોબર 2022માં એલન મસ્ક તરફ્થી કંપનીના ટેકઓવર પછી જે કર્મચારીઓએ 2023ના પ્રથમ અર્ધવાર્ષિકગાળા સુધી કામ કર્યું છે તેમને પણ બોનસનો ઈન્કાર કરવામાં આવ્યો છે.
ગયા મહિના સુધી ટ્વિટરના કોમ્પન્સેશનના સિનિયર ડિરેક્ટર તરીકે નિમણૂંક ધરાવતાં માર્ક શોબિંગરે ક્લાસ-એક્શન લોસ્યૂટ ફઈલ કર્યું છે. તેમણે ટ્વિટર તરફ્થી બોનસ નહિ મેળવનારા વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ વતી ફરીયાદ કરી છે. ટ્વિટર સામાન્યરીતે વાર્ષિક ધોરણે બોનસની ચૂકવણી કરે છે. જોકે, એલન મસ્ક તરફ્થી ઓક્ટોબર 2022માં કંપનીને ટેકઓવર કરાયાં પછી હમણા સુધી કંપનીમાં કામ કરનારા કર્મચારીઓને બોનસ ચૂકવવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. શોબિંગરે રિપોર્ટમાં જણાવ્યું છે કે 2023ના પ્રથમ ક્વાર્ટર સુધી કંપનીએ જેમને જોબ્સ પર જાળવ્યાં હતાં તેવા કર્મચારીઓને પણ બોનસ ચૂકવણીનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. કર્મચારીઓએ તેમની ફરીયાદમાં જણાવ્યું છે કે મસ્ક તરફ્થી ઓક્ટોબર 2022માં એક્વિઝીશન પૂરું થયા પહેલા અને પછી, ટ્વિટરના મેનેજમેન્ટે પ્લેનટીફ્ સહિત કર્મચારીઓને બોનસ પ્લાન હેઠળ 2022 માટેનું બોનસ ચૂકવવામાં આવશે તેવી ખાતરી સતત આપી હતી. જોકે, મસ્કના ટેકઓવર પછી સોશિયલ મિડિયા કંપની નાણાકિય સમસ્યાઓનો સામનો કરી રહી છે.










