• નેટ FDI ગયા વર્ષે એપ્રિલ-જુલાઈમાં ચાલુ વર્ષે 5.7 અબજ ડોલર જોવા મળ્યું

  • FDI ઈન્વેસ્ટર્સે એપ્રિલ-જુલાઈ દરમિયાન ડોલરનું ડિસઈન્વેસ્ટમેન્ટ દર્શાવ્યું
  • નેટ આઉટફ્લોમાંથી ઈનફ્લોને બાદ રહેતી રકમને નેટ એફ્ડીઆઈ કહે છે

વૈશ્વિક આર્થિક રિકવરીમાં મંદીની અસર ઈક્વિટીમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ(FDI) પર જોવા મળી છે. ચાલુ નાણાવર્ષમાં એપ્રિલથી જુલાઈ દરમિયાન ઈક્વિટી એફ્ડીઆઈ 13.9 અબજ ડોલર પર નોંધાયો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 22.04 અબજ ડોલર પર જોવા મળ્યો હતો. જો નેટ એફ્ડીઆઈની વાત કરીએ તો એપ્રિલથી જુલાઈ 2022 દરમિયાન તે 17.28 અબજ ડોલર પર જોવા મળ્યો હતો. જે ચાલુ વર્ષે સમાનગાળામાં માત્ર 5.7 અબજ ડોલર પર નોંધાયો છે. નેટ આઉટફ્લોમાંથી નેટ ઈનફ્લોને બાદ કરતાં રહેતી રકમને નેટ એફ્ડીઆઈ ગણવામાં આવે છે. આ માટેનું મુખ્ય કારણ ગ્રોસ એફ્ડીઆઈમાં ઘટાડો હતું. એપ્રિલ-જુલાઈ 2023માં ભારતમાં ગ્રોસ એફ્ડીઆઈ ઘટીને 22 અબજ ડોલર પર નોંધાયું હતું. જે એપ્રિલ-જુલાઈ 2022માં 29.6 અબજ ડોલર પર જોવા મળ્યું હતું એમ રિઝર્વ બેંક ઓફ્ ઈન્ડિયાનો ડેટા જણાવે છે.

આરબીઆઈના સપ્ટેમ્બર બુલેટીનમાં સ્ટેટ ઓફ્ ધ ઈકોનોમી આર્ટિકલમાં જણાવાયું છે કે ભારતમાં સીધું રોકાણ કરનારાઓ તરફથી ડિસઈન્વેસ્ટમેન્ટ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી અને તે એપ્રિલ-જુલાઈ દરમિયાન 13.18 અબજ ડોલર પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 8.81 અબજ ડોલર પર જોવા મળતું હતું. એફ્ડીઆઈ ઈક્વિટી ફ્લોનો 66 ટકા હિસ્સો મેન્યૂફેક્ચરિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, બિઝનેસ સર્વિસિઝ, કોમ્પ્યૂટર સર્વિસિઝ, ઈલેક્ટ્રિસિટી અને અન્ય એનર્જી સેક્ટર્સમાં જોવા મળ્યો હતો. દેશમાં એફ્ડીઆઈના મુખ્ય સ્ત્રોત દેશોમાં સિંગાપુર, જાપાન, નેધરલેન્ડ્સ, યુએસ અને મોરિશિયસનો સમાવેશ થતો હતો. જેઓ કુલ એફ્ડીઆઈ ફ્લોના 66 ટકાથી વધુ હિસ્સો ધરાવતાં હતાં એમ આરબીઆઈ રિપોર્ટ નોંધે છે.

કેટલાંક હાઈ-ફ્રિકવન્સી ઈન્ડિકેટર્સ ચાલુ કેલેન્ડરના ત્રીજા ક્વાર્ટરમાં વૈશ્વિક અર્થતંત્રમાં મોમેન્ટમ નરમ પડી રહ્યાંનું સૂચવી રહ્યાં છે. તેમજ વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં ભિન્ન ટ્રેન્ડ જોવા મળી રહ્યાં છે. વૈશ્વિક અર્થતંત્રમાં સ્ટ્રક્ચરલ શિફ્ટને કારણે આઉટલૂક જટિલ જણાય છે. 2023માં અપેક્ષા કરતાં સારા દેખાવ પછી 2024માં વૈશ્વિક અર્થતંત્રને લઈ ચિંતા ઝળૂંબી રહી છે એમ રિપોર્ટનું કહેવું છે.


  • Follow us on: