- કિરણે આમિર સાથે છૂટાછેડાના નિર્ણય સમયે વેઠવી પડેલી મુશ્કેલીઓ અંગે જણાવ્યું
- ફિલ્મ નિર્માતા કિરણ રાવ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ 'લગાન'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા
- 'લગાન' રિલીઝ થયાના એક વર્ષ પછી 2002માં આમિર અને રીનાએ છૂટાછેડા લીધા હતા
ફિલ્મ નિર્માતા કિરણ રાવ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ 'લગાન'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. તે અને આમિર ખાન પહેલીવાર ફિલ્મ 'લગાન'ના સેટ પર મળ્યા હતા. જ્યારે કિરણ આમિરને પહેલીવાર મળી ત્યારે અભિનેતાએ રીના દત્તાથી છૂટાછેડા લીધા ન હતા. જોકે, 'લગાન' રિલીઝ થયાના એક વર્ષ પછી 2002માં આમિર અને રીનાએ છૂટાછેડા લીધા હતા. આવી સ્થિતિમાં ઘણા લોકો આમિર અને રીનાના છૂટાછેડા પાછળ કિરણને કારણ માને છે. હવે કિરણે એક ઇન્ટરવ્યૂમાં આ મામલે ખુલાસો કર્યો છે. કિરણે કહ્યું કે 'લગાન'ના શૂટિંગ દરમિયાન તેણે આમિર સાથે ભાગ્યે જ વાત કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં કિરણે કહ્યું, 'ઘણા લોકોને લાગે છે કે, હું અને આમિર 'લગાન' દરમિયાન જોડાયા હતા પરંતુ એવું નહોતું. સ્વદેશ'ના શૂટિંગ દરમિયાન અમે બંને નજીક આવ્યા હતા. તે સમયે આમિર 'મંગલ પાંડે'નું શૂટિંગ કરી રહ્યો હતો. પછી અમે આશુતોષ ગોવારિકર સાથે કેટલીક જાહેરાતો શૂટ કરી.'
કિરણે વધુમાં કહ્યું 'તે પહેલાં લગાનના 3 વર્ષ પછી અમે સંપર્કમાં નહોતા. લગાનના શૂટિંગ દરમિયાન પણ અમે ભાગ્યે જ વાત કરી હતી. પરંતુ જ્યારે અમે 2004માં જાહેરમાં મળવાનું શરૂ કર્યું ત્યારે લોકોને લાગ્યું કે હું જ તેમના છૂટાછેડાનું કારણ છું, હકીકતમાં એવું નહોતું.' આમિર અને કિરણના લગ્ન વર્ષ 2005માં થયા હતા અને બંને 2021માં એકબીજાથી અલગ થઈ ગયા હતા. જો કે, બંને હજુ પણ સાથે કામ કરે છે, સારા મિત્રો છે અને તેમના પુત્ર આઝાદને સહ-પેરેન્ટિંગ પણ કરી રહ્યા છે.










