- રિતિક રોશનને જિમમાં વર્કઆઉટ બાદ પોતાની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો
- રિતિક રોશને ઇન્સ્ટાગ્રામ પર 6 પેક ફ્લોન્ટ કરતી તસવીર પોસ્ટ કરી છે
- રિતિક રોશન ફેન્સને ફિટનેસ ગોલ આપી રહ્યા છે
રિતિક રોશને ઇન્સ્ટાગ્રામ પર 6 પેક ફ્લોન્ટ કરતી તસવીર પોસ્ટ કરી છે. ફેન્સ ફિટનેસ જોઈને હાલમાં હેરાન થઈ ગયા છે. આ સાથે રિતિક રોશન ફેન્સને ફિટનેસ ગોલ આપી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ એની ગર્લફ્રેન્ડ સબા આઝાદ, પૂર્વ પત્ની સુઝૈન ખાને આ તસવીર પર પોતાની પતિક્રિયા આપી છે. જો કે આ લેટેસ્ટ તસવીર જોઈને અનેક લોકો વિચારમાં પડી ગયા છે. રિતિક રોશનની દમદાર બોડી દેખાડતા કેપ્શનમાં લખ્યુ છે કે ફિનિશ લાઇન નહીં દેખ સકતે..એક્ટરની ગર્લફ્રેન્ડ ઘણી ઇમ્પ્રેસ જોવા મળી રહી છે. એને અલગ-અલગ ઇમોજિસ શેર કરીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. અનિલ કપૂર, પ્રીટિ ઝિન્ટા અને કરણસિંહ ગ્રોવરે પણ હાર્ટ ઇમોજિસ શેર કર્યા છે. રિતિક રોશને ફોટો શેર કર્યા પછી તરત ફેન્સની કોમેન્ટ્સ આવવા લાગી છે. એક ફેને તો કોમેન્ટ્સ કરી છે કે બોલિવૂડમાં બેસ્ટ બોડી, જ્યારે બીજી કોમેન્ટમાં યૂઝર્સે ફઇટર અપને રાસ્તે પર હૈ લખ્યું છે. આટલું જ નહીં રિતિક રોશનની તસવીરો પર લોકો જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. ત્રીજા એક ફેને લખ્યુ છે કે એક હી તો દિલ હૈ, કિતની બાર ચુરાઓગે? જો કે આ વિશે એક્ટરે પહેલાં પણ મળતી આવતી તસવીરો શેર કરી હતી અને જણાવ્યું હતું કે આ બદલાવ ફિલ્મ ફઇટર માટે નથી. રિતિક રોશને ફિટનેસ ટ્રેનર ક્રિસ ગેથિનને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું જીવનશૈલી માટે કોશિશ કરી રહ્યો છુ જેને જિંદગીભર નિભાવી શકે. વધુમાં જણાવે છે કે..જ્યારે હું વોર કરી રહ્યો હતો ત્યારે મને લાગ્યું કે હું મરી રહ્યું છું. હું ફિલ્મ માટે પૂરી રીતે તૈયાર હતો નહીં. હું પરફેક્શન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો, જેના માટે હું તૈયાર ન હોતો.
ફાઇટર સિદ્ધાર્થ આનંદની સાથે રિતિક રોશનની આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલાં બન્નેએ બેંગ-બેંગ અને વોર માટે સાથે કામ કર્યુ હતુ. ફિલ્મમાં અનિલ કપૂર અને દીપિકા પાદુકોણ સાથે મુખ્ય ભુમાક છે. વોર-2નો પણ ભાગ છે, જેમાં જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી સાથે નજરે પડશે. આ અયાન મુખરજી ડાયરેક્ટ કરી રહ્યા છે.










