- ક્રેડિટ માટે વધતી માગને જોતાં બેંકર્સ પસંદગીના મેચ્યોરિટી બકેટ્સમાં રેટ વૃદ્ધિ કરશે
- આરબીઆઈએ I-CRR પરત ખેંચવા છતાં બેંકર્સે ડિપોઝિટ્સ આકર્ષવા રેટ વધારવા પડશે
- ફ્ક્સિ ડિપોઝિટ્સના દરોમાં 25 બેસિસ પોઈન્ટ્સ સુધીની વૃદ્ધિ
રિઝર્વ બેંક ઓફ્ ઈન્ડિયાએ તાજેતરમાં I-CRR(ઈન્ક્રિમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો)ને તબક્કાવાર પરત ખેંચવાની જાહેરાત કરી રાહતને કારણે બેન્કિંગ સંસ્થાઓને લાભ થવાનો છે. કેમકે તેમની પાસે કેટલીક લિક્વિડિટી પરત આવશે. જોકે, આમ છતાં વધતી ક્રેડિટ માગને જોતાં ચાલુ તહેવારોની સિઝનમાં તેઓ પસંદગીની મુદત માટે ફ્ક્સિ ડિપોઝિટ્સના દરોમાં 25 બેસિસ પોઈન્ટ્સ સુધીની વૃદ્ધિ કરે તેમ વર્તુળોનું કહેવું છે. કોર્પોરેટ્સ તરફ્થી ટેક્સ પેમેન્ટ્સના કવરિંગ માટે તથા ત્રિમાસિક બિઝનેસ ટાર્ગેટ્સ પૂરાં કરવા વધતી ફ્ંડની માગને જોતાં બેંક્સે ડિપોઝિટ રેટ્સ વધારવા પડશે એમ બેંકર્સ અને મની માર્કેટ મેનેજર્સ જણાવે છે.
જોકે, તમામ બેંક્સ ડિપોઝિટ રેટ્સમાં વૃદ્ધિ તરફ્ વળે તેવી અપેક્ષા નથી. જે બેંક્સ ચોક્કસ સમયગાળા માટે એસેટ-લાયેબિલિટી મેનેજમેન્ટ મીસમેચ અનુભવી રહી છે તેમણે વ્યાજ દરોમાં સુધારો કરવાની જરૂર પડશે એમ તેઓ ઉમેરે છે. આમાં પીએસયુ બેંક્સનું પ્રમાણ ઊંચું હશે. તાજેતરમાં જ પંજાબ નેશનલ બેંકે 270 દિવસોથી લઈ એક વર્ષથી નીચેની મુદત માટેના ડિપોઝિટ રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે અને તેને 6.75 ટકા કર્યો છે. આ સુધારો 1 સપ્ટેમ્બરથી અમલી બન્યો હતો. આરબીઆઈએ 8 સપ્ટેમ્બરથી I-CRRને તબક્કાવાર દૂર કરવાનો નિર્ણય લીધો હતો. જે 7 ઓક્ટોબર, 2023 સુધીમાં બેન્કિંગ સિસ્ટમમાં રૂ. 1 લાખ કરોડ છૂટા કરશે. I-CRRને પરત ખેંચવાનો પ્રથમ તબક્કો 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. જે હેઠળ રૂ. 25 હજાર કરોડ રિલીઝ કરવામાં આવશે. બેંક્સના ટ્રેઝરી હેડ્સના મતે આ નિર્ણયને કારણે ટૂંકાગાળા માટે બેંક્સને રાહત મળશે. કેમકે તેમને તત્કાળ રેટ્સમાં વૃદ્ધિ કરવાની જરૂર નહીં પડે. જોકે, મધ્યમ ગાળે તેમને લિક્વિડિટીની સમસ્યા નડી શકે છે. જેને જોતાં તેમણે ડિપોઝિટ રેટ્સ વધારવાનું દબાણ ઊભું થશે.










