- ઓડિયન્સને થિયેટર સુધી લાવવા મફત ચા અને સમોસાની જાહેરાત કરાઈ
- ત્રણ દિવસમાં ફ્લ્મિનું બોક્સ ઓફ્સિ કલેક્શન 11.85 કરોડ રૂપિયા થયું
- અક્ષય કુમારની સરફિરા ફ્લ્મિ 'સોરારાય પોટુ'ની ઓફિશિયલ રિમેક છે
અક્ષય કુમારની ‘ સરફિરા ’ બોક્સ ઓફ્સિ પર પીટાઈ ચૂકી છે. બોક્સ ઓફ્સિ પર ફ્લ્મિના ખરાબ પર્ફેર્મન્સને ધ્યાનમાં રાખીને દર્શકોને આકર્ષવા માટે એક મલ્ટિપ્લેક્સે ઓફર કરી છે. હવે લોકોને ફ્લ્મિની ટિકિટ સાથે ફ્રી ચા અને બે સમોસા મળશે. જણાવી દઇએ કે, ત્રણ દિવસમાં ફ્લ્મિનું બોક્સ ઓફ્સિ કલેક્શન 11.85 કરોડ રૂપિયા થયું છે.
આઇનોક્સ મૂવીઝે તેના x હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે- સરફિરા કોમ્બો સાથે તમારી ભૂખ દૂર કરો. આ સ્વાદિષ્ટ કોમ્બોમાં બે સમોસા અને ચા છે. ઉપરાંત તમારા ઓર્ડર સાથે એક મફ્ત મર્ચેન્ડાઇઝ ટેગ આવશે. સુધા કોંગારા દ્વારા દિગ્દર્શિત અક્ષય કુમારની સરફિરા બ્લોકબસ્ટર તમિળ ફ્લ્મિ 'સોરારાય પોટુ'ની ઓફિશિયલ રિમેક છે. આ ફ્લ્મિ તમિળમાં ઘણી હિટ રહી હતી. તેનાથી પણ વધુ હિન્દી રિમેક બોક્સ ઓફ્સિ પર સંઘર્ષ કરી રહી છે. અક્ષય કુમારની આ ફ્લ્મિ શુક્રવાર, 12 જુલાઈના રોજ રિલીઝ થઈ હતી. આ ફ્લ્મિનું પ્રથમ દિવસનું કલેક્શન લગભગ 2.50 કરોડ રૂપિયા હતું. બીજા દિવસે એટલે કે શનિવારે ફ્લ્મિના કલેક્શનમાં લગભગ 70 ટકાનો વધારો થયો છે. એટલે કે શનિવારે બોક્સ ઓફ્સિનું કલેક્શન 4.25 કરોડ રૂપિયા હતું. સોમવારે સવાર સુધીના ડેટા અનુસાર, રવિવારે બોક્સ ઓફ્સિ કલેક્શન 5.10 કરોડ રૂપિયા હતું. એટલે કે ત્રણ દિવસનું સંયુક્ત બોક્સ ઓફ્સિ કલેક્શન 11.85 કરોડ રૂપિયા રહ્યું છે.










