- 2023માં એયૂએમમાં રૂ. 11 લાખ કરોડની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ
- કોટક મ્યુચ્યુલ ફ્ંડના માર્કેટિંગ હેડના મતે એસઆઈપી ઈનફ્લો મજબૂત જળવાય રહેશે
- શેરબજારમાં તેજી પાછળ મ્યુચ્યુલ ફ્ંડ ઉદ્યોગની એસેટ્સમાં વૃદ્ધિ જોવા મળી હતી
ડિસે.માં SIP હેઠળ રૂ. 17,610 કરોડનો વિક્રમી ઈનફ્લો જોવાયો, 2023ના આખરી મહિનામાં રૂ. 16,997 કરોડનો ઈક્વિટી ઈનફ્લો નોંધાયો, કેલેન્ડર 2023માં ઈક્વિટી ફ્ંડ્સમાં રૂ. 1.61 લાખ કરોડનો કુલ ઈનફ્લો જોવા મળ્યો, મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં રૂ. 63,949 કરોડનો ઈનફ્લો નોંધાયો
શેરબજારમાં અવિરત જળવાયેલા ઈનફ્લોને કારણે ભારતીય મ્યુચ્યુલ ફ્ંડ ઉદ્યોગનું એસેટ અન્ડર મેનેજમેન્ટ(AUM) પ્રથમવાર ગયા ડિસેમ્બરમાં રૂ. 50 લાખ કરોડનું સીમાચિઈન પાર કરી ગયું હતું એમ એસોસિએશન ઓફ્ મ્યુચ્યુલ ફ્ંડ્સ ઓફ્ ઈન્ડિયા(એમ્ફી)એ જણાવ્યું હતું. ડેટા દર્શાવે છે કે ડિસેમ્બરમાં ઓપન-એન્ડેડ સ્કિમ હેઠળ એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગનું કુલ એયૂએમ રૂ. 50.80 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે નવેમ્બર 2023માં રૂ. 48.78 લાખ કરોડ પર હતું. આ માસિક ધોરણે રૂ. 2 લાખ કરોડથી વધુની વૃદ્ધિ નોંધાઈ હતી.
શેરબજારમાં તેજી પાછળ મ્યુચ્યુલ ફ્ંડ ઉદ્યોગની એસેટ્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. કેલેન્ડર 2023ના આખરી મહિનામાં બીએસઈ સેન્સેક્સ 7.53 ટકા ઉછળ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી 7.93 ટકા ઉછળ્યો હતો. દરમિયાનમાં સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ(SIP) મારફ્તે ડિસેમ્બરમાં રૂ. 17610નો વિક્રમી ઈનફ્લો નોંધાયો હતો. જે નવેમ્બરમાં જોવા મળેલા રૂ. 17,073 કરોડની સરખામણીમાં રૂ. 500 કરોડથી વધુની વૃદ્ધિ દર્શાવતો હતો. ઊંચો સિપ ઈનફ્લો રિટેલ રોકાણકારોનો શેરબજારમાં વિશ્વાસ સૂચવે છે. કોટક મ્યુચ્યુલ ફ્ંડના માર્કેટિંગ હેડના મતે એસઆઈપી ઈનફ્લો મજબૂત જળવાય રહેશે. રોકાણકારો બજારમાં ઊંચી વોલેટિલિટીને ધ્યાનમાં રાખી એસઆઈપીનો માર્ગ અપનાવી રહ્યાં છે. ડિસેમ્બરમાં ઓપન-એન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુલ ફ્ંડ સ્કિમ્સમાં રૂ. 16997 કરોડનો મજબૂત ઈનફ્લો નોંધાયો હતો. જે નવેમ્બરમં રૂ. 15,536 કરોડ પર જોવા મળ્યો હતો. મહિના દરમિયાન સ્મોલ-કેપ ફ્ંડ્સમાં રૂ. 3858 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. જ્યારે મીડ-કેપ ફ્ંડ ફ્લોમાં 48 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે લાર્જકેપ ફ્ંડ્સમાં રૂ. 281 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો. નવેમ્બરમાં સ્મોલકેપ ફ્ંડ્સમાં રૂ. 3699 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. જ્યારે મીડ-કેપ ફ્ંડ્સમાં રૂ. 2666 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. જ્યારે લાર્જકેપ ફ્ંડ્સમાં રૂ. 307 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો.
ઓગસ્ટથી નવેમ્બરના ચાર મહિનાની સરખામણીમાં ડિસેમ્બરમાં મીડ-કેપ કેટેગરીમાં ઈનફ્લોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારો તરફ્થી મીડ-કેપ કેટેગરીમાં પ્રોફ્ટિ બુકિંગ પાછળ આમ બન્યું હોવાની શક્યતાં ફ્ંડ મેનેજર વ્યક્ત કરી રહ્યાં છે. સમગ્ર કેલેન્ડર(2023)ની વાત કરીએ તો સ્મોલકેપ ફ્ંડ્સમાં રૂ. 41035 કરોડનો નેટ ઈનફ્લો નોંધાયો હતો. જ્યારે મીડ-કેપ ફ્ંડ્સમાં રૂ. 22,913 કરોડનો નેટ ઈનફ્લો જોવા મળ્યો હતો. બીજી બાજુ, લાર્જકેપ ફ્ંડ્સમાં રૂ. 2968 કરોડનું નેટ વેચાણ નોંધાયું હતું. ઈક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુલ ફ્ંડ્સે નવેમ્બરમાં ફ્ંડ ફ્લોમાં 22 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો.
જોકે, બીજી બાજુ ડેટ ફ્ંડ્સમાં ઊંચો આઉટફ્લો જોવા મળ્યો હતો. ફ્સ્ક્ડિ ઈન્કમ ડેટ ફ્ંડ્સે ગયા મહેન રૂ. 75,560 કરોડનો ચોખ્ખો આઉટફ્લો દર્શાવ્યો હતો. જે નવેમ્બરમાં માત્ર રૂ. 4707 કરોડ પર હતો. ડેટ-ઓરિએન્ટેડ સ્કિમ્સમાં લિક્વિડટ ફ્ંડ્સે રૂ. 39,675 કરોડનો આઉટફ્લો નોંધાવ્યો હતો. જેમાં લો-ડયૂરેશન ફ્ંડ્સમાં રૂ. 9432 કરોડનો જ્યારે મની માર્કેટ ફ્ંડ્સમાં રૂ. 8384 કરોડનો આઉટફ્લો નોંધાયો હતો. અલ્ટ્રા-શોર્ટ ડયૂરેશન અને ફ્લોટર ફ્ંડ્સે રૂ. 6-6 હજાર કરોડનો આઉટફ્લો જોયો હતો. જ્યારે ઓવરનાઈટ ફ્ંડ્સે રૂ. 4865 કરોડનો આઉટફ્લો દર્શાવ્યો હતો. હાઈબ્રીડ ફ્ંડ્સની માગ વધી હતી. હાઈબ્રીડ સ્કિમ્સે રૂ. 15009 કરોડનો નેટ ઈનફ્લો દર્શાવ્યો હતો. જેમાં આર્બિટ્રેડ ફ્ંડ્સે રૂ. 10,645 કરોડનો આઉટફ્લો નોંધાવ્યો હતો. ઘણા રોકાણકારોએ ઈક્વિટી અને ડેટ ફ્ંડ્સ વચ્ચે રિએલોકેશન શરૂ કર્યું હતું. જેનું મુખ્ય કારણ ઈક્વિટી માર્કેટમાં તેજી હતી. ભારતીય બેન્ચમાર્ક્સે નવી ઊંચાઈ બનાવવાનું જાળવતાં ઈક્વિટીમાં ફ્લો વધ્યો હતો. મલ્ટી-એસેટ એલોકેશન ફ્ંડ્સે રૂ. 2420 કરોડનો ઈનફ્લો દર્શાવ્યો હતો. જ્યાર પછી બેલેન્સ્ડ એડવાન્ટેજ ફ્ંડ્સે રૂ. 1369 કરોડનો ઈનફ્લો નોંધાવ્યો હતો.
સમગ્ર કેલેન્ડર વર્ષમાં ઈક્વિટી ફ્ંડ્સમાં રૂ. 1.61 લાખ કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. જેમાંથી 39 ટકા એટલેકે રૂ. 63,949 કરોડ મીડ અને સ્મોલ-કેપ મ્યુચ્યુલ ફ્ંડ્સમાં પ્રવેશ્યો હતો. સેક્ટરલ અથવા થીમેટીક ફ્ંડ્સે બીજા ક્રમે સૌથી સારો ફ્ંડ ફ્લો નોંધાવ્યો હતો.