- ગદર-2એ બાહુબલી-2નો રેકોર્ડ તોડી નાખ્યો
- ફિલ્મે રિલીઝના 29 દિવસ બાદ આ સિદ્ધિ મેળવી
- ફિલ્મનું કુલ કલેક્શન 511 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે
ગદર-2એ બાહુબલી-2નો રેકોર્ડ તોડી નાખ્યો છે. ફિલ્મે રિલીઝના 29 દિવસ બાદ આ સિદ્ધિ મેળવી છે. ફિલ્મનું કુલ કલેક્શન 511 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ સાથે તે બીજી સૌથી વધુ કલેક્શન કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. શાહરુખ ખાનની 'પઠાન' ફિલ્મ પહેલા નંબર પર છે. 'પઠાન' ફિલ્મનું લાઈફ્ટાઈમ કલેક્શન 543 કરોડ રૂપિયા હતું. 'ગદર-2'ને 'પઠાન' ફિલ્મના રેકોર્ડ સુધી પહોંચવા માટે હજુ 35 કરોડ રૂપિયાની કમાણી કરવી પડશે. 'બાહુબલી 2'ના હિન્દી વર્ઝનનું લાઈફ્ટાઈમ કલેક્શન રૂ. 510.99 કરોડ હતું. 2017માં રિલીઝ થયેલી આ ફિલ્મે બનાવેલો રેકોર્ડ પાંચ વર્ષ સુધી કોઈ તોડી શક્યું નહીં. એક સમયે એવું લાગતું હતું કે તેનો રેકોર્ડ તોડી શકાય તેમ નથી. જોકે, શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાન' 2023માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ન માત્ર 'બાહુબલી-2'નો રેકોર્ડ તોડયો પણ આ ફિલ્મને પાછળ છોડી દીધી હતી, કોને ખબર હતી કે 2023માં બીજી ફિલ્મ રિલીઝ થશે જે 'બાહુબલી-2'નો રેકોર્ડ તોડી નાખશે. સની દેઓલની 'ગદર-2'એ માત્ર 29 દિવસમાં આ સિદ્ધિ મેળવી છે. જો 'ગદર-2' સોલો રિલીઝ થાય અને ફિલ્મને વધુ સ્ક્રીન્સ મળે તો તે 'પઠાન'નો રેકોર્ડ તોડી શકે છે. 'ગદર-2' શરૂઆતમાં 4,000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે પઠાને 5,500 સ્ક્રીન પર ઓપનિંગ કર્યું હતું. 'પઠાન' સિંગલ રિલીઝ ફિલ્મ હતી, જ્યારે 'ગદર-2' અક્ષયકુમારની ફિલ્મ 'OMG-2' સાથે ટકરાઈ હતી. નવી ફિલ્મો રિલીઝ થયા બાદ ગદર-2ની કમાણી બંધ થઈ ગઈ છે. ફિલ્મે શુક્રવારે એક કરોડ રૂપિયાનું કલેક્શન કયુંર્ છે. સ્ક્રીન કાઉન્ટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બંગાળમાં એક જ દિવસમાં 'ગદર-2'ની 100 સ્ક્રીનો ઘટાડી દેવામાં આવી છે.










