• સોમવારે 2.14 લાખથી વધુ કોન્ટ્રેક્ટ્સનું ટ્રેડિંગ જોવા મળ્યું

  • નિફ્ટી કેશ સેગમેન્ટમાં ગયા સપ્તાહે 19,992ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો
  • ગિફ્ટી નિફ્ટી યુએસ ડોલર ડિનોમિનેટેડ નિફ્ટી ડેરિવેટિવ્સ પ્રોડક્ટ છે

એનએસઈ ઇન્ટરનેશનલ એક્સ્ચેન્જ ખાતે ટ્રેડ થતાં ગિફ્ટ નિફ્ટી ડેરિવેટિવ્સમાં સોમવારે એક દિવસમાં 8.5 અબજ ડોલરનું વિક્રમી વોલ્યુમ નોંધાયું હતું. કુલ 2.14 લાખ કોન્ટ્રેક્ટ્સના કામકાજ થયાં હતાં. જો ગિફ્ટ નિફ્ટીના પ્રથમ દિવસના 33,570 કોન્ટ્રેક્ટ્સના ટ્રેડિંગ સાથે સરખામણી કરીએ તો સોમવારે છ ગણાથી ઊંચી વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે વેલ્યૂની રીતે પ્રથમ સત્રના 1.21 અબજ ડોલરના ટર્નઓવર સામે સાત ગણી વૃદ્ધિ જોવા મળતી હતી. જેનું એક કારણ છેલ્લા કેટલાંક સત્રોમાં બેન્ચમાર્ક્સમાં જોવા મળેલી મજબૂતી પણ છે. નિફ્ટી કેશ સેગમેન્ટમાં ગયા સપ્તાહે 19,992ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો.

એનએસઈ આઈએક્સના જણાવ્યા મુજબ ગિફ્ટ નિફ્ટીમાં ટ્રેડર્સનો ઈન્ટરેસ્ટ ધીરે-ધીરે વધી રહ્યો છે. 3 જુલાઈએ એનએસઈ આઈએક્સ-એસજીએક્સ ગિફ્ટ કનેક્ટે સંપૂર્ણપણે કામગીરી શરૂ કર્યાં પછી અત્યાર સુધીમાં કુલ 30.28 અબજ ડોલરનું ટર્નઓવર નોંધાયું છે. જ્યારે કોન્ટ્રેક્ટ્સ સંદર્ભમાં વાત કરીએ તો 7,86,636 કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થઈ ચૂક્યું છે. જે આંતરરાષ્ટ્રીય રોકાણકારોમાં કનેક્ટની ગોઠવણને લઈને ઊભું થઈ રહેલું આકર્ષણ સૂચવે છે. એનએસઈ આઈએક્સ ખાતે કુલ પાંચ સૂચકાંકો ટ્રેડિંગ માટે ઓફર કરવામાં આવી રહ્યાં છે. જેમાં ગિફ્ટ નિફ્ટી 50, ગિફ્ટ નિફ્ટી બેંક, ગિફ્ટ નિફ્ટી ફઈનાન્સિયલ સર્વિસિઝ અને ગિફ્ટ નિફ્ટી આઈટીનો સમાવેશ થાય છે. આ પ્રોડક્ટ્સ દિવસમાં 21 કલાક માટે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ હોય છે. જે એશિયા, યુરોપ અને યુએસ ટ્રેડિંગ અવર્સને સમાવે છે. ગિફ્ટી નિફ્ટી યુએસ ડોલર ડિનોમિનેટેડ નિફ્ટી ડેરિવેટિવ્સ પ્રોડક્ટ છે. જે ઊંચી લિક્વિડિટી ધરાવે છે.


  • Follow us on: