• કોમોડિટી વાયદાઓમાં રૂ.94,067 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.3,35,746 કરોડનું ટર્નઓવર

  • મેન્થા તેલમાં વૃદ્ધિઃ બુલડેક્સ વાયદામાં રૂ.81 કરોડનાં કામકાજ
  • કોટન-ખાંડી વાયદો રૂ.220 ઘટયો

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 24થી 30 નવેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 49,82,484 સોદાઓમાં કુલ રૂ.4,29,895.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.94,067.34 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.3,35,746 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,83,651 સોદાઓમાં રૂ.65,401.48 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.61,072ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,675 અને નીચામાં રૂ.61,056 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,487 વધી રૂ.62,559ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,367 વધી રૂ.50,517 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.149 વધી રૂ.6,158ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,546 વધી રૂ.62,639ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.72,899ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.76,784 અને નીચામાં રૂ.72,627 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,336 વધી રૂ.76,234 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,883 વધી રૂ.75,731 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,306 વધી રૂ.75,136 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન 51,423 સોદાઓમાં રૂ.5,657.37 કરોડના વેપાર થયા હતા. તાંબુ નવેમ્બર વાયદો રૂ.714.65ના ભાવે ખૂલી, રૂ.0.45 ઘટી રૂ.713.40 જ્યારે એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.75 ઘટી રૂ.200.15 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.20 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.80 ઘટી રૂ.223ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.2.80 ઘટી રૂ.200.05 સીસુ-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.65 ઘટી રૂ.180.00 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.0.40 ઘટી રૂ.224.70 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 5,95,870 સોદાઓમાં રૂ.22,927.62 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,382ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,644 અને નીચામાં રૂ.6,156 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.33 વધી રૂ.6,407 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.29 વધી રૂ.6,411 બંધ થયો હતો.


  • Follow us on: