• નિવેદન : લાગતું નથી કે બંનેને ક્રિકેટમાં કઈ ખબર પડતી હોય :હરભજનસિંહ

  • ભારતીય ક્રિકેટરોની પત્નીઓ અને પરિવારના સભ્યો પણ સ્ટેડિયમમાં હાજર હતા
  • એક યૂઝરે લખ્યું કે આ પ્રકારની કોમેન્ટ યોગ્ય નથી કે શાનદાર પણ નથી

ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ પ્રસંગે ભારતીય ક્રિકેટરોની પત્નીઓ અને પરિવારના સભ્યો પણ સ્ટેડિયમમાં હાજર હતા. આ મેચ દરમિયાન પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ કોમેન્ટ્રી કરી રહ્યો હતો. આ દરમિયાન તેમણે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને કે.એલ. રાહુલની પત્ની અથિયા શેટ્ટી વિશે કોમેન્ટ કરી હતી જેને ઘણા યૂઝર્સે વાંધાજનક ગણાવી હતી.

હરભજને કહ્યું 'શું મેચની વાત કરી રહ્યા છીએ કે ફિલ્મોની? રવિવારે મેચની પ્રથમ ઇનિંગ દરમિયાન, જ્યારે વિરાટ અને કે.એલ. રાહુલ બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે અનુષ્કા અને અથિયા સ્ટેડિયમમાં સાથે બેઠા હતા અને તેમને ચિયર કરી રહ્યા હતા.આ દરમિયાન જ્યારે કેમેરા બંને કલાકારો પર કેન્દ્રિત હતો, ત્યારે કમેન્ટ કરતી વખતે હરભજને કહ્યું 'હું વિચારતો હતો કે આ બંને (અનુષ્કા અને અથિયા) ફિલ્મો વિશે વાત કરે છે કે ક્રિકેટ વિશે. કારણ કે મને ખબર નથી કે ક્રિકેટ વિશે આટલી સમજણ હશે. હરભજનની આ ટિપ્પણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. તેના પર પ્રતિક્રિયા આપતા ઘણા યૂઝર્સે તેમને ટ્રોલ કર્યો છે. એક યૂઝરે લખ્યું કે આ પ્રકારની કોમેન્ટ યોગ્ય નથી કે શાનદાર પણ નથી.


  • Follow us on: