- હેમા માલિની અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા દિવસ પર રામાયણ આધારિત નૃત્યનાટિકા પ્રસ્તુત કરશે
- હેમા માલિનીએ કાર્યાલયમાંથી એક નવી ક્લિપ શેર કરી છે
- 17 જાન્યુઆરીના રોજ આ પ્રસ્તુતિ રામાયણના વિશેષ પ્રસંગ તેમજ મા દુર્ગા પર આધારિત છે
બોલિવૂડની ડ્રીમ ગર્લથી નેતા બનેલી હેમા માલિની એક શાનદાર એક્ટિંગમાં જ નહીં, પરંતુ નૃત્યમાં પણ અવ્વલ છે. બીજેપી હેમા માલિની અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા દિવસ પર રામાયણ આધારિત નૃત્યનાટિકા પ્રસ્તુત કરશે. બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની અનેક ક્લાસિક ફ્લ્મિોમાં પોતાની દમદાર ભૂમિકા માટે ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી છે. હેમા માલિનીએ કાર્યાલયમાંથી એક નવી ક્લિપ શેર કરી છે જેમાં તેઓ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા માટે અયોધ્યા જશે અને નૃત્યનાટિકા પ્રસ્તુત કરવાની વાત જણાવી રહી છે. જગતગુરુ પદ્મ વિભૂષણ રામભદ્રાચાર્યના 75મા જન્મોત્સવ પર અયોધ્યામાં અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહોત્સવમાં એક્ટ્રેસ હેમા માલિની સ્પેશિયલ પ્રસ્તુતિ આપશે. 17 જાન્યુઆરીના રોજ આ પ્રસ્તુતિ રામાયણના વિશેષ પ્રસંગ તેમજ મા દુર્ગા પર આધારિત છે. કાર્યક્રમ દરમિયાન આયોજન 14 જાન્યુઆરીથી શરૂ થઇને 22 જાન્યુઆરી સુધી ચાલશે. રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે જેમાં અનેક દિગ્ગજ હસ્તીઓ સામેલ થશે. હેમા માલિનીએ પોતે આ વિશેની જાણકારી એક વીડિયો શેર કરીને આપી છે. બીજેપી નેતા હેમા માલિનીએ વીડિયોના કેપ્શનમાં લખ્યંુ છે કે, 'હું રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના સમયે પહેલી વાર અયોધ્યા આવી રહી છું, જેનો લોકો વર્ષોથી રાહ જોઇ રહ્યા હતા.' 17 જાન્યુઆરીના રોજ અયોધ્યાધામમાં રામાયણ પર આધારિત એક નૃત્યનાટિકા પ્રસ્તુત કરશે. 14 જાન્યુઆરીથી શરૂ થયેલો આ કાર્યક્રમ 22 જાન્યુઆરી સુધી યોજાશે.










