• કારમાંથી ચોરી કરી રહેલા અજાણ્યા શખ્સે અચાનક જોની વેક્ટર પર ગોળીઓ વરસાવી

  • એક ચોરોએ તેને ગોળી મારી દીધી અને પછી બધા ત્યાંથી ભાગી ગયા હતાં
  • જોનીએ જનરલ હોસ્પિટલ', 'સાઇબેરિયા' અને 'ક્રિમિનલ માઇન્ડ' જેવા શોમાં કામ કર્યું હતું

હોલિવૂડ અભિનેતા જોની વેક્ટરની શનિવારે સવારે લોસ એન્જલસમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 37 વર્ષીય અભિનેતા સવારે 3.30 વાગ્યે તેના સાથીદાર સાથે સાઉથ હોપ સ્ટ્રીટમાં વોક કરી રહ્યા હતા. દરમિયાન, માસ્ક પહેરેલા ત્રણ ચોર તેની કારમાંથી કેટાલિટિક કન્વર્ટર ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વેક્ટરની માતા અને પોલીસના જણાવ્યા અનુસાર, અભિનેતાએ ચોરોને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો, તેમ છતાં એક ચોરોએ તેને ગોળી મારી દીધી અને પછી બધા ત્યાંથી ભાગી ગયા હતાં. ગોળી માર્યા બાદ અભિનેતાને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જોનીએ જનરલ હોસ્પિટલ', 'સાઇબેરિયા' અને 'ક્રિમિનલ માઇન્ડ' જેવા શોમાં કામ કર્યું હતું. જોનીના એજન્ટ ડેવિડ શૉલે તેના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરતા કહ્યું 'તે ખૂબ જ પ્રતિભાશાળી હતો. જેઓ તેને ઓળખતા હતા તેમના માટે તે એક અદભુત માણસ હતો. તેણે સખત મહેનત કરી અને ક્યારેય હાર ન માની. પ્રોફેશનલ લાઈફ્માં પણ તેણે પોતાનું બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમના અવસાનના સમાચારે સૌને ચોંકાવી દીધા છે.

જોનીએ 'જનરલ હોસ્પિટલ' સિરીઝમાં બ્રાન્ડો કોર્બીનનું પાત્ર ભજવ્યું હતું. આ શોમાં તેણે ડ્રગ એડિક્ટ સાશાના પતિની ભૂમિકા ભજવી હતી. શોમાં તેની કો-સ્ટાર સોફ્યિા મેટસન તેના મૃત્યુના સમાચાર સાંભળીને આઘાતમાં છે. તેણે સોશિયલ મીડિયા પર ફેટા શેર કરીને તેમને શ્રાદ્ધાંજલિ આપી હતી. અભિનેત્રીએ લખ્યું 'મારું હૃદય સંપૂર્ણપણે તૂટી ગયું છે... જોની એકદમ શ્રોષ્ઠ હતો. ખૂબ જ રિયલ અને ખૂબ કાળજી લેનાર. ખૂબ જ મહેનતુ અને નમ્ર. તેણે તેની ચારે બાજુ ખુશી ફેલાવી. 'જનરલ હોસ્પિટલ' સિવાય, જોની NCIS, 'ધ OA, 'વેસ્ટવર્લ્ડ', 'ધ પેસેન્જર', 'એનિમલ કિંગડમ', 'હોલિવૂડ ગર્લ', 'સ્ટેશન 19', 'બાર્બી રિહેબ', 'એજન્ટ એક્સ', 'વેન્ટાસ્ટિક' અને 'ક્રિમિનલ માઇન્ડ્સ'. તેણે 2007માં 'આર્મી વાઈવ્સ'થી એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી.


  • Follow us on: