- વાઇરલ વીડિયોમાં સબા પીચ કલરના આઉટફ્ટિમાં જોવા મળે છે
- સબા આઝાદે ગઈકાલે રાત્રે લેક્મે ફેશન વીકના રેમ્પ પર પર્ફોમ કર્યું હતું
- સબા આઝાદે સ્પોર્ટ્સ શૂઝ અને હેવી મેકઅપ સાથે આ લૂક કમ્પ્લીટ કર્યો હતો
રિતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદે ગઈકાલે રાત્રે લેક્મે ફેશન વીકના રેમ્પ પર પર્ફોમ કર્યું હતું. આ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં સબા રેમ્પ પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ વીડિયો સામે આવતા જ તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. વીડિયોમાં સબા પીચ આઉટફ્ટિમાં સ્ટેજ પર જોવા મળી રહી છે. તેણે સ્પોર્ટ્સ શૂઝ અને હેવી મેકઅપ સાથે આ લૂક કમ્પ્લીટ કર્યો હતો. સબા હાથમાં માઈક લઈને રેમ્પ પર વોક કરતી વખતે ડાન્સ મૂવ્સ કરતી જોવા મળે છે. આ વીડિયો સામે આવતા જ યૂઝર્સ સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક લોકોએ તેના આત્મવિશ્વાસની પણ પ્રશંસા કરી છે. સબા જે રીતે ડાન્સ કરી રહી હતી અને તેના એક્સ્પ્રેશન્સ જોઈને એક યૂઝરે વીડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું 'સરસ ડાન્સ પણ ફરી ન કરતી'. બીજાએ લખ્યું 'આ ડાન્સની કળા જોઈને રિતિક રોશને તેને પસંદ કરી છે'. ત્રીજાએ લખ્યું 'લાગે છે કે રાનુ મંડલ તૈયાર થઈ ગઈ છે.તમને જણાવી દઈએ કે, સબા એક એક્ટ્રેસ અને સિંગર પણ છે. રિતિક અને સબાની ડેટિંગની અફવાઓ ફેબ્રુઆરી 2022માં શરૂ થઈ હતી જ્યારે અભિનેતા તેની સાથે ડિનર ડેટ પર જોવા મળ્યો હતો. બાદમાં સબા ઘણી વખત રિતિક ના પરિવાર સાથે જોવા મળી હતી. બંનેએ કરણ જોહરના 50મા જન્મદિવસ પર પણ સાથે હાજરી આપી હતી.










