• ફિલ્મ ફાઇટરે બીજા દિવસે એની કમાણીમાં 77 ટકાથી વધારે ઉછાળો કર્યો

  • રિતિક- રોશન અને દીપિકા પદુકોણ સ્ટારર ફાઇટરને દર્શકોનો ખૂબ પ્રેમ
  • 22.50 કરોડ રૂપિયાથી ઓપનિંગ કરનારી ફિલ્મના કલેક્શનમાં

રિતિક- રોશન અને દીપિકા પદુકોણ સ્ટારર ફાઇટરને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. જબરજસ્ત રિસ્પોન્સ સાથે ફિલ્મ બમ્પર કમાણી કરી રહી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ ધૂમ મચાવી રહી છે. ફાઇટર મૂવીએ ઓપનિંગ ડે પછી બીજા દિવસે એટલે કે રિપબ્લિક ડેના દિવસે ધમાકેદાર કલેક્શન કર્યું છે. 22.50 કરોડ રૂપિયાથી ઓપનિંગ કરનારી ફિલ્મના કલેક્શનમાં બીજા દિવસે જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. એડવાન્સ બુકિંગમાં ફિલ્મએ લગભગ 7 કરોડનું કલેક્શન કર્યું હતું. આ દિવસોમાં ફાઇટર મૂવીએ 50 કરોડનો આંકડો પાર કરી ચૂક્યો છે. ફિલ્મ ફાઇટરે બીજા દિવસે એની કમાણીમાં 77 ટકાથી વધારે ઉછાળો કર્યો છે. ફિલ્મએ શુક્રવારના રોજ 26 જાન્યુઆરીએ 39 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે સિદ્ધાર્થ આનંદ નિર્દેશિત ફિલ્મનું કુલ કલેક્શન હવે 61.50 કરોડ રૂપિયા થઈ ગયું છે. ફાઇટર મૂવીએ સવારનો શો જ્યાં 23.40 ટકાની ઓક્યૂપેન્સી હતી, સાંજના સમયે આ શો વધીને 52 ટકાથી પણ વધારે થયો હતો. ફિલ્મ ફાઇટર 250 કરોડના બજેટમાં બની છે. ફિલ્મ દેશભરમાં 4,200 સ્ક્રીન પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ 2D, 3D, IMAX 3D, 4DK, 3D, ICE 3D અને IMAX 2D જેવા વર્ઝનમાં રિલીઝ થઇ છે. ફાઇટરમાં ધમાકેદાર એરિયલ એક્શન જોવા મળી છે. ફિલ્મએ બીજા દિવસે એટલે કે રિપબ્લિક ડેના દિવસે પૂરેપૂરો ફાયદો મળ્યો છે. દર્શકોને ફિલ્મ ખૂબ પસંદ પડી રહી છે. ભલે રિતિક રોશન અને દીપિકા પદુકોણની ફિલ્મ 'ફાઇટર'ને ખાડી દેશોના સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી ન મળી હોય, પરંતુ આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2024ના રોજ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ભારતીય વાયુસેના પર આધારિત આ અદ્ભુત એક્શન ફિલ્મમાં રિતિક રોશન અને દીપિકા પદુકોણ ઉપરાંત અનિલ કપૂર, કરણસિંહ ગ્રોવર અને સંજીદા શેખ જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે, જેણે અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.


  • Follow us on: