- રાનીએ પતિ આદિત્ય ચોપરા સાથેના તેના બોન્ડિંગ અને સંબંધો વિશે ખૂલીને વાત કરી
- આદિત્ય ચોપરા સાથેના તેના બોન્ડિંગ અને સંબંધો વિશે ખૂલીને વાત કરી હતી
- રાનીએ સ્વીકાર્યુ હતું કે તે લાઈમલાઈટથી દૂર, પોતાના જીવનને ખાનગી રાખવાનું પસંદ કરતી હતી
રાની મુખરજીએ હાલમાં જ પતિ આદિત્ય ચોપરા સાથેના તેના બોન્ડિંગ અને સંબંધો વિશે ખૂલીને વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું કે આદિત્ય બોરિંગ વ્યક્તિ છે, પરંતુ તે તેના જીવનમાં સ્પાર્ક લાવે છે. રાનીએ સ્વીકાર્યુ હતું કે તે લાઈમલાઈટથી દૂર, પોતાના જીવનને ખાનગી રાખવાનું પસંદ કરતી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે તેના અને આદિત્ય ચોપરાના સંબંધો સમય સાથે વધુ સુંદર બન્યા. અભિનેત્રીએ તેના સફ્ળ લગ્ન જીવન વિશે ખૂલીને વાત કરી હતી. રાનીએ કહ્યું 'મારા અને આદિત્ય માટે શ્રોષ્ઠ સમય એ છે કે જ્યારે આપણે સાથે ફ્લ્મિ જોવા જઈએ. અમે મુંબઈના YRF સ્ટુડિયોમાં દર શુક્રવારે ફ્લ્મિો જોઈએ છીએ. લાઈનમાં જઈને ઊભા રહેવું, ટિકિટ મેળવવી અને તમારું પોપકોર્ન મેળવવું એ ખૂબ જ મજાની વાત છે. જ્યારે અમે ભારતની બહાર હોઈએ છીએ ત્યારે અમે એકબીજા સાથે સમય વિતાવીએ છીએ. તેનો હાથ પકડીને, પ્રામાણિકપણે તેની સાથે બધું સારું લાગે છે. આદિત્ય અને હું બંને આ સંબંધમાં એકબીજાનું સન્માન કરીએ છીએ.'
સબ્યસાચીનો આઉટફ્ટિ પહેરનાર પ્રથમ દુલ્હન : રાની મુખરજી










