- જ્હાન્વી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અનેક સવાલો ઊભા કર્યા, કોઈએ બોયફ્રેન્ડ સાથે પોસ્ટને જોડી
- તાજેતરમાં જ જ્હાન્વી કપૂર તેની ડ્રેસિંગ સેન્સને કારણે પણ ચર્ચામાં રહી હતી
- ફ્લ્મિનો ટ્રેલર પ્રિવ્યૂ મુંબઈમાં યોજવામાં આવ્યો હતો જેમાં આખી સ્ટાર કાસ્ટે ભાગ લીધો હતો
જ્હાન્વી કપૂર અવારનવાર પોતાના બોલ્ડ અંદાજથી ચાહકોનું દિલ જીતી રહી છે. તાજેતરમાં જ જ્હાન્વી કપૂર તેની ડ્રેસિંગ સેન્સને કારણે પણ ચર્ચામાં રહી હતી.
ટૂંક સમયમાં જ તેની ફ્લ્મિ 'ઉલઝ' સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેના ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં જ્હાન્વી કપૂરે એક મહિલાપત્રકારને એવો જવાબ આપ્યો કે તે અવાક્ થઈ ગઈ. જ્હાન્વી કપૂરે તાજેતરમાં 'ઉલઝ'ના ટ્રેલર પ્રિવ્યૂમાં એકદમ નવા અવતારમાં આવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વાસ્તવમાં, ફ્લ્મિનો ટ્રેલર પ્રિવ્યૂ મુંબઈમાં યોજવામાં આવ્યો હતો જેમાં આખી સ્ટાર કાસ્ટે ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં જ્હાન્વી કપૂરે ખાસ પ્રકારનો બોડીકોન ડ્રેસ પહેર્યો હતો જેણે બધાને પ્રભાવિત કર્યા હતા. અગાઉ જ્હાન્વીએ અનંત અને રાધિકાના લગ્નના ફ્ંક્શનમાં બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે હાજરી આપીને બધાને ચોંકાવી દીધા હતા.










