• દીકરી રાહાના જન્મ સમયે રણબીર કપૂર ફિલ્મ 'એનિમલ'ના શૂટિંગમાં વ્યસ્ત

  • તેથી ઘરે જતા પહેલાં તે પોતાને રીલમાંથી રિયલ લાઇફમાં ફેરવી લેતો હતો
  • ફિલ્મ 'એનિમલ'ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન કહી હતી

દીકરી રાહાના જન્મ સમયે રણબીર કપૂર ફિલ્મ 'એનિમલ'ના શૂટિંગમાં વ્યસ્ત હતો. ફિલ્મમાં તેની ભૂમિકા ખૂબ જ રસપ્રદ છે, તેથી ઘરે જતા પહેલાં તે પોતાને રીલમાંથી રિયલ લાઇફમાં ફેરવી લેતો હતો. રણબીરે આ બધી વાતો ગુરુવારે ફિલ્મ 'એનિમલ'ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન કહી હતી. લોન્ચ ઇવેન્ટ દરમિયાન રણબીરે કહ્યું 'રીલમાંથી રિયલમાં સ્વિચ ઓન અને સ્વિચ ઓફ્ કરવાનો ભાગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે હું ફિલ્મ એનિમલનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે હું પિતા બન્યો હતો. આ સમયે રાહાનો જન્મ થયો હતો. હું સેટ પર જતો, ફિલ્મના શૂટિંગનું કામ કરતો, પછી ઘરે જઈને મારી દીકરીને જોતો. જ્યારે તમે પ્રેરણા મેળવો છો, ત્યારે તમારું કામ સરળતાથી થઈ જાય છે. અમે આ ફિલ્મનું શૂટિંગ 100 દિવસમાં પૂરું કર્યું છે.

રણબીર કપૂરે વધુમાં જણાવતા કહ્યું 'મને કોઈ પણ વસ્તુ સાથે બહુ લગાવ નથી. હું ઘરમાં ક્યારેય રીલ પાત્રમાં નથી જતો. આ મારા પરિવાર માટે સારું નથી. જો હું ઘરે જઈને ફિલ્મી રોલની જેમ કામ કરીશ તો મારી પત્ની મને મારશે. 'એનિમલ'માં પોતાના રોલ વિશે વાત કરતાં રણબીર કપૂરે કહ્યું 'હું આ રોલ માટે ડાર્ક શબ્દનો ઉપયોગ નહીં કરું. આ મારી અત્યાર સુધીની સૌથી ઇન્ટેન્સ ભૂમિકા છે.


  • Follow us on: