- કંપનીના દરેક 100 શેર્સ સામે આઈસીઆઈસીઆઈ બેંકના 67 શેર્સ આપવામાં આવશે
- બુધવારે કંપનીનો શેર બીએસઈ ખાતે રૂ. 613.90 પર બંધ રહ્યો હતો
- આઈસીઆઈસીઆઈ બેંકના શેર્સના 67 શેર્સનું મૂલ્ય રૂ. 62,809.15 થતું હતું
દેશમાં ટોચની બ્રોકરેજ કંપની આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝે ગુરુવારે શેરબજારમાંથી ડિલિસ્ટિંગ સાથે પેરન્ટ કંપની આઈસીઆઈસીઆઈ બેંકની સબ્સિડિયરીઝ બનવાની જાહેરાત કરી હતી. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના જાહેર શેરધારકોને કંપનીના 100 શેર્સની સામે આઈસીઆઈસીઆઈ બેંકના 67 શેર્સ ફળવવામાં આવશે. જો 28 જૂનના બંધ ભાવે ગણીએ તો આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના 100 શેર્સનું મૂલ્ય રૂ. 61,390 પર બેસતું હતું. બુધવારે કંપનીનો શેર બીએસઈ ખાતે રૂ. 613.90 પર બંધ રહ્યો હતો. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકના શેર્સના 67 શેર્સનું મૂલ્ય રૂ. 62,809.15 થતું હતું. બેંકનો શેર રૂ. 937.45 પર બંધ રહ્યો હતો. આમ શેર સ્વેર રેશિયો આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના શેરધારકને માત્ર 2 ટકાનું પ્રીમિયમ મળી રહ્યું હોવાનું દર્શાવી રહ્યો છે.
આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝે એક્સચેન્જ ફઇલિંગમાં જણાવ્યું હતું કે આ યોજના આઈસીઆઈસીઆઈ બેંક અને કંપનીના શેરધારકો, ક્રેડિટર્સ, આરબીઆઈ, એનસીએલટી, સ્ટોક એક્સ્ચેન્જિસ અને અન્ય રેગ્યુલેટરી અને સ્ટેચ્યૂટરી સત્તાવાળાઓની મંજૂરીને આધીન રહેશે. આ નિર્ણય પાછળના તર્કને સમજાવતાં આઈસીઆઈસીઆઈ બેંકે જણાવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝનો બિઝનેસ નીચી મૂડી ધરાવતો બિઝનેસ છે અને તેથી બિઝનેસ ગ્રોથને ફ્ંડ કરવા માટે આંતરિક સ્રોતો જરૂરિયાત કરતાં પણ વધુ છે. આ સ્થિતિમાં બેંકને કંપનીમાં નવી મૂડી રોકવાની જરૂરિયાત રહે તેવી અપેક્ષા નથી.










