• સોશિયલ મીડિયામાં 'ગદર-2'નું મોશન પોસ્ટર ચર્ચાનો વિષય બન્યું

  • અમિષા પટેલ અને અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષ શર્માની મહત્ત્વની ભૂમિકા છે.
  • ફિલ્મના નિર્માતાઓએ શુક્રવારે ફિલ્મનું નવું મોશન પોસ્ટર રિલીઝ કર્યું

સની દેઓલ અને અમીષા પટેલ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગદર'ની રિમેક 'ગદર-2' લઈને આવી રહ્યા છે. ફિલ્મના નિર્માતાઓએ શુક્રવારે ફિલ્મનું નવું મોશન પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ પોસ્ટરમાં સની અને ઉત્કર્ષ શર્મા બોર્ડર પર દોડતા જોવા મળે છે. ફિલ્મમાં સની દેઓલ, તારાસિંહ અને ઉત્કર્ષના પુત્ર જીતના રોલમાં જોવા મળશે. ફિલ્મનું નવું મોશન પોસ્ટર શેર કરતાં નિર્માતાઓએ લખ્યું 'પિતાના પ્રેમની કોઈ સીમા હોતી નથી.' વીડિયોમાં સની અને ઉત્કર્ષ ભારત-પાકિસ્તાન બોર્ડર પર દોડી રહ્યા છે અને ચારે બાજુથી તેમના પર ગોળીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ પોસ્ટરને શેર કરતી વખતે સની દેઓલે લખ્યું,' પોતાના દેશ અને પરિવારની સુરક્ષા માટે આ તારાસિંહ દરેક પડકારનો સામનો કરવા તૈયાર છે.' તેમની આ પોસ્ટ પર ફોલોઅર્સે કમેન્ટ સેક્શનમાં પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે.

એક યૂઝરે કમેન્ટ કરી 'હું ઘણા વર્ષોથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યો હતો. હું ખૂબ જ ઉત્સાહિત છું. અન્ય એક યૂઝરે લખ્યું 'જો પોસ્ટર આટલા ખતરનાક છે તો ફિલ્મ કેવી હશે?'અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેની વાર્તા 1971માં સેટ છે. ફિલ્મમાં સની દેઓલ, અમિષા પટેલ અને અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષ શર્માની મહત્ત્વની ભૂમિકા છે. ઉત્કર્ષે 2018માં ફિલ્મ 'જિનિયસ'થી ડેબ્યૂ કર્યું હતું.


  • Follow us on: