- વિદેશી રોકાણકારો સાથે લાંબી લડાઈ પછી કંપની ફરી જાપાનીઝ બનશે
- જે તેમની સંપૂર્ણ સંભાવનાઓને ખીલવશે
- જાપાન સરકાર તેની પર ચાંપતી નજર જાળવશે
જાપાની કોંગ્લોમેરટ અને વિશ્વભરમાં જાણીતું નામ તોશીબા 74-વર્ષના લિસ્ટિંગ પછી શેરબજારમાંથી ડિલિસ્ટ થશે. લગભગ એક દાયકાના ઘર્ષણ અને કૌભાંડે જાપાનની ટોચની બ્રાન્ડ્સમાંથી એક એવી તોશીબાને ગંભીર નુકસાન પહોંચાડયું હતું. પાછળથી તેને ટેકઓવર કરવામાં આવી હતી અને ભવિષ્ય અનિશ્ચિત બન્યું હતું.
જાપાન સ્થિત પ્રાઈવેટ ઈક્વિટી કંપની જાપાન ઈન્ડસ્ટ્રિયલ પાર્ટનર્સ(જીઆઈપી)ની આગેવાનીમાં રોકાણકારોનું એક જૂથ તેને તોશીબાને ડિલિસ્ટ કરી પ્રાઈવેટ કંપની બનાવશે. આ રોકાણકારોમાં ફઈનાન્સિયલ સર્વિસિઝ કંપની ઓરિક્સ, યુટિલિટી છુબુ ઈલેક્ટ્રિક પાવર અને ચિપમેકર રોહમનો સમાવેશ થાય છે. 14 અબજ ડોલરના ટેકઓવરે તોશીબાને સંપૂર્ણપણે સ્થાનિક રોકાણકારોના હાથમાં મૂકી હતી. આ માટ જોકે વિદેશ સ્થિત એક્ટિવિસ્ટ ઈન્વેસ્ટર્સ સાથે લાંબી લડાઈ લડવી પડી હતી. જેણે બેટરીઝ, ચિપ્સ, ન્યૂક્લિયર અને ડિફેન્સ ઈક્વિપમેન્ટ ઉત્પાદકને એક રીતે પાંગળી બનાવી દીધી હતી. હજુ, જોકે એ બાબત સ્પષ્ટ નથી કે તોશીબા તેના નવા માલિકોની હેઠળ કેવો આકાર મેળવશે પરંતુ નવા માલિકોની હેઠળ સીઈઓ તરીકે જળવાય રહેલા તારો શીમાડા હાઈ-માર્જિન ધરાવતાં ડિજિટલ સર્વિસિઝ બિઝનેસ પર ફેકસ જાળવી રાખે તેવી શક્યતા છે. શીમાડા માટે જેઆઈપીના સપોર્ટને કારણે સરકારી માલિકીના ફ્ંડ સાથે જોડાવાનો શરૂઆતી પ્લાન નિષ્ફ્ળ ગયો હતો. કેટલાક ઉદ્યોગ વર્તુળોના મતે તોશીબાનું વિભાજન એ વધુ સારો ઉપાય છે.










