• કપિલે પોસ્ટમાં લખ્યું, પાઇલટ ટ્રાફિકમાં ફસાયો છે કે શું? શેમ ઓન યુ ઇન્ડિગો

  • કપિલ શર્મા હાલ પોતાના નવા શોને લઈને ચર્ચામાં છે
  • કપિલ શર્માએ કહ્યું ઇન્ડિગો 6E લોકો તમારા કારણે પરેશાન છે

કપિલ શર્મા હાલ પોતાના નવા શોને લઈને ચર્ચામાં છે જે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાનો છે. હાલમાં જ આ શોની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હાલમાં જ કપિલ શર્માએ ઇન્ડિગો એર લાઇન્સની સર્વિસથી પરેશાન થઈને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. આ સાથે જ કપિલ શર્માનો વીડિયો શેર થયો છે. કપિલ શર્માએ ટ્વિટર પર પોસ્ટ લખીને કહ્યું કે, પ્રિય ઇન્ડિગો, પહેલા તમે અમને બસમાં 50 મિનિટ સુધી રાહ જોવડાવી અને હવે તમારી ટીમ કહી રહી છે કે પાઇલટ ટ્રાફિકમાં ફસાઈ ગયો છે, શું? ખરેખર? અમારા રાત્રે 8 વાગ્યે ટેક ઓફ કરવાનું હતું અને હાલ 9.20 થઈ ગઈ છે, હજુ પણ કોકપીટમાં કોઈ પાઇલટ નથી, શું તમને લાગે છે કે આ 180 મુસાફરો ફરીથી ઇન્ડિગોમાં ઇડાન ભરશે? ક્યારેય નહીં, હેશટેગ ઇન્ડિગો 6E 5149 હેશટેગ બેશરમ કપિલ શર્મા અન્ય એક વીડિયો શેર કરતા લખ્યું કે, ઇન્ડિગો 6E લોકો તમારા કારણે પરેશાન છે. જૂઠ, જૂઠ અને જૂઠ. વ્હીલચેર પર કેટલાક વૃદ્ધ મુસાફરો છે, તેમની તબિયત સારી નથી.શેમ ઓન યુ ઇન્ડિગો.


  • Follow us on: