• હવે શેરબજારમાં શેર વેચ્યા બાદ નાણા મેળવવામાં થતાં વિલંબનો અંત આવશે

  • T+0 લાગું થતાં જ એકજ દિવસે શેર અને નાણાંની લેવડદેવડ થઇ જશે
  • માર્ચ 2024 સુધીમાં T+0 તથા ઇન્સ્ટન્ટ સેટલમેન્ટને એક વર્ષ બાદ લાગું કરવાનું લક્ષ્ય

શેરબજારમાં રોકાણ કરતાં લોકો માટે ખુશખબર છે. બજારના નિયમનકાર સેબીએ શેરબજારમાં સેમ ડે સેટલમેન્ટ લાગુ કરવા માટે કન્સલ્ટેશન પેપર્સ ઈશ્યૂ કર્યા છે. આ વ્યવસ્થામાં રોકાણકારોને મોટો ફાયદો થશે કેમ કે શેરનું વેચાણ કર્યા બાદ રોકાણકારના ખાતામાં તરત જ નાણા આવી જશે. આમ પહેલાની માફક તમારે નાણા માટે રાહ જોવી નહીં પડે. તેની સામે શેર ખરીદનાર રોકાણકારના ડિમેટ એકાઉન્ટમાં પણ એજ દિવસે શેર જમા થઇ જશે. સેબીએ બે તબક્કામાં સેટલમેન્ટ T+0 અને ઇન્સ્ટન્ટ સેટલમેન્ટનો પ્રસ્તાવ મૂક્યો છે.

સેબીએ આ પ્રસ્તાવ પર તમામ લોકો પાસેથી 12 જાન્યુઆરી સુધીમાં અભિપ્રાય મંગાવ્યો છે. શોર્ટ ટાઇમ સેટલમેન્ટની આ સિસ્ટમ વર્તમાન T+1 સાઇકલ ઓફ સેટલમેન્ટની સાથે એક ઓપ્શન હશે.

સેબીની યોજના શું છે?

કેટલાક દિવસો પહેલાં જ સેબીના વડા માધુરી પુરી બૂચે જણાવ્યું હતું કે માર્કેટ રેગ્યુલેટર ટ્રેડ સેટલમેન્ટ નિયમોમાં બદલાવ લાવવાની તૈયારીમાં કરી રહ્યું છે. બૂચ અનુસાર તેઓ આગામી માર્ચ 2024 સુધીમાં ટ્રેડ સેટલમેન્ટના સમયને ઘટાડીને એક કલાક કરવા અને પછી ઓક્ટોબર 2024 સુધીમાં ઇન્સન્ટ ટ્રેડ સેટલમેન્ટ લાગુ કરવાની દિશામાં કરી રહ્યા છીએ.

રોકાણકારોને આ મોટો ફાયદો થશે

સેબી તરફતી ઈશ્યૂ કરવામાં આવેલા કન્સલ્ટેશન પેપરમાં કહેવામાં આવ્યું છે કે જો T+0 અને ઇન્સ્ટન્ટ સેટલમેન્ટને લાગુ કરવામાં આવશે તો બજારમાં પ્રવાહિતાની સમસ્યા જ નહીં રહે. રોકાણકારોની પાસે T+1 ઉપરાંત T+0 તથા ઇન્સ્ટન્ટ સેટલમેન્ટનો વિકલ્પ રહેશે. નોંધનીય છે કે T+0 તથા ઇન્સ્ટન્ટ સેટલમેન્ટમાં ખરીદનારને એજ દિવસે શેર અને વેચનારને ભંડોળ મળી જશે. સેબી બે તબક્કામાં તેને લાગુ કરવા માંગે છે. માર્ચ 2024 સુધીમાં T+0 તથા ઇન્સ્ટન્ટ સેટલમેન્ટને તેના એક વર્ષ બાદ લાગું કરવાનું લક્ષ્ય છે. નોંધનીય છે કે ચાલું વર્ષે જાન્યુઆરીથી દેશમાં T+1 સેટલમેન્ટ સિસ્ટમ અમલમાં આવી ગઇ છે.


  • Follow us on: