- એક ઈન્ટરવ્યૂ દરમિયાન અક્ષયે ફ્લ્મિોમાં કોમેડી ટાઈમિંગ અને ડાયલોગ્સ વિશે વાત કરી
- અક્ષયકુમાર હાલમાં ફ્લ્મિ 'બડે મિયાં છોટે મિયાં'ને લઈને ચર્ચામાં છે
- 'મારી ફ્લ્મિોના ડાયલોગ લખેલા નથી પણ મારી અંદરથી આવ્યા છે
એક્શન અને કોમેડી ટાઈમિંગ માટે પ્રખ્યાત અક્ષયકુમાર હાલમાં ફ્લ્મિ 'બડે મિયાં છોટે મિયાં'ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન અક્ષયે ફ્લ્મિોમાં કોમેડી ટાઈમિંગ અને ડાયલોગ્સ વિશે વાત કરી હતી. પોતાની પાછલી ફ્લ્મિો વિશે વાત કરતા અક્ષયે કહ્યું 'મારી ફ્લ્મિોના ડાયલોગ લખેલા નથી પણ મારી અંદરથી આવ્યા છે.' કારકિર્દીની શરૂઆતમાં અક્ષયે 'સૌગંધ', 'ખિલાડી', 'મોહરા' અને 'ખિલાડી કા ખિલાડી' જેવી ઘણી એક્શન ફ્લ્મિોમાં કામ કર્યું હતું. અક્ષયકુમારે કહ્યું 'જો તમે 'દે દના દન', 'ભાગમ ભાગ', 'મુઝસે શાદી કરોગી' અને 'હેરા ફેરી'ના ડાયલોગ્સ ધ્યાનથી સાંભળશો તો તમને તે એક જ જોનરના જણાશે. એ ફ્લ્મિોના કોમેડી સંવાદો લખાયા નહોતા, પરંતુ મારી અંદરથી આવ્યા હતા.' અક્ષયકુમાર ફ્લ્મિોમાં તેમના કોમેડી ટાઇમિંગ અને ડાયલોગ્સનો શ્રોય દિગ્દર્શકો પ્રિયદર્શન અને રાજકુમાર સંતોષીને આપે છે. અક્ષયે કહ્યું 'મને કોમેડી ટાઈમિંગ શીખવવા અને મારી ક્ષમતામાં સુધારો કરવાનો શ્રોય પ્રિયદર્શન અને રાજકુમાર સંતોષીને જાય છે.' અક્ષયકુમારે 'બડે મિયાં છોટે મિયાં' પછી પોતાના આગામી પ્રોજેક્ટ્સ વિશે ચર્ચા કરતા કહ્યું 'આવતા વર્ષ સુધીમાં ઘણી કોમેડી ફ્લ્મિો આવશે.










