• તારક મહેતા ફેમ મુનમુન દત્તા અને રાજ અનડકટની સગાઈના સમાચાર વાઇરલ થયા હતા

  • મુનમુન દત્તા અને રાજ અનડકટની સિક્રેટ સગાઈની અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ
  • પહેલીવાર મુનમુન વિશે આવી અફવાઓ સામે આવી

બુધવારે સાંજે ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ કલાકારો મુનમુન દત્તા અને રાજ અનડકટની સિક્રેટ સગાઈની અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાજ અને મુનમુનની સગાઈ વડોદરામાં એક ખાનગી સમારંભમાં થઈ હતી. ‘Tmkoc’ શોમાં મુનમુન 'બબીતાજી'નો રોલ કરી રહી છે અને રાજ 'ટપ્પુ'નો રોલ કરી રહ્યો છે. આ સમાચાર વાઇરલ થયા બાદ બંને કલાકારો અને તેમની ટીમે તેને ફેક ગણાવ્યો હતો. ફેક ન્યૂઝ અંગે મુનમુને કહ્યું કે 'આ સમાચાર ફેક અને ફની છે'. મુનમુને ભારપૂર્વક કહ્યું કે આ અફવા સંપૂર્ણપણે ફેક છે અને કહ્યું કે તે આ ફેક ન્યૂઝ પર પોતાની શક્તિ વેડફવા માંગતી નથી'.

બીજી તરફ્ રાજની ટીમે પણ સોશિયલ મીડિયા દ્વારા આ સમાચારો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતી વખતે, અભિનેતાએ લખ્યું 'હેલો, હું ફક્ત થોડી વસ્તુઓ ક્લિયર કરવા માંગુ છું. તમે સોશિયલ મીડિયા પર જે સમાચાર જોઈ રહ્યા છો તે ખોટા અને પાયાવિહોણા છે. ટીમ રાજ અનડકટ'. જો કે, આ પહેલીવાર નથી જ્યારે રાજ અને મુનમુન વિશે આવી અફવાઓ સામે આવી હોય. આ પહેલાં પણ બંનેને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવ્યા છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને એકબીજાને 2 વર્ષથી ડેટ કરી રહ્યાં છે. બંનેની ઉંમરમાં 9 વર્ષનો તફાવત છે. મુનમુન 36 વર્ષની છે અને રાજ 27 વર્ષનો છે. અગાઉ 2021માં જ્યારે આ બંને વિશેના સમાચાર સામે આવ્યા હતા ત્યારે મૂનમૂને તેના પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ રીતે મહિલાઓને બદનામ કરવામાં આવે છે. મેં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને 13 વર્ષ આપ્યા છે પણ મને બદનામ કરવામાં 13 મિનિટ પણ લાગી નથી.


  • Follow us on: