• બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં આપેલા ચુકાદાને દ્રષ્ટાંતરૂપ ગણવામાં નહીં આવેઃ સુપ્રીમ કોર્ટ

  • ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી સામે ગુનો નોંધાયો હતો
  • રિયા ચક્રવર્તીના જામીન સામે કોઈ વાંધો ના હોવાની વાત એનસીબીએ કરી છે

સ્વર્ગસ્થ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ દરમિયાન બહાર આવેલા ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી સામે ગુનો નોંધાયો હતો. રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીએ કેટલાક મહિના જેલમાં પણ કાઢયા હતા. આ કેસમાં હવે રિયા ચક્રવર્તીને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે. રિયા ચક્રવર્તીના જામીન સામે કોઈ વાંધો ના હોવાની વાત એનસીબીએ કરી છે.બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસની તપાસ દરમિયાન તે ડ્રગ્સ લેતો હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બોલિવૂડમાં ચાલતી નશાખોરી પરથી પડદો હટાવવા કેટલાય બોલિવૂડ સેલેબ્સની પૂછપરછ કરી હતી. દીપિકા પાદુકોણથી લઈને સારા અલી ખાન જેવા સેલેબ્સની પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની પણ સંડોવણી સામે આવી હતી. આ કેસમાં રિયા ચક્રવર્તી થોડાક મહિના જેલમાં રહી હતી અને બાદમાં તેના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આ કેસમાં હવે રિયા ચક્રવર્તીને સુપ્રીમ કોર્ટ તરફ્થી રાહત મળી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટે મંજૂર કરેલા રિયા ચક્રવર્તીના જામીનને તેઓ પડકારશે નહીં. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં આપેલા ચુકાદાને દ્રષ્ટાંતરૂપ ગણવામાં નહીં આવે. રિયા ચક્રવર્તીને જામીન આપતાં બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ માટે ડ્રગ્સ ખરીદવાના રૂપિયા આપવાનો અર્થ એ નથી કે રૂપિયા આપનારી વ્યક્તિ ડ્રગ્સ ટ્રાફ્િકિંગને પ્રોત્સાહન આપી રહી છે.


  • Follow us on: