- દુખી થયેલી નીના ગુપ્તાએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી વસવસો ઠાલવ્યો
- નીના ગુપ્તા પોતાની પર્સનલ લાઈફ્ને કારણે હંમેશા ચર્ચામાં રહે છે
- નીનાએ 2008માં વિવેક મહેરા સાથે લગ્ન કર્યા હતા
દિગ્ગજ એક્ટ્રેસ નીના ગુપ્તાએ તેમના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે જણાવ્યું કે તેમને બરેલી એરપોર્ટ પર વીઆઈપી લોન્જમાં જતા અટકાવવામાં આવી હતી. કારણ આપવામાં આવ્યું હતું કે આ લોન્જ માત્ર VIP લોકો માટે છે અને તેઓ અહીં પ્રવેશ મેળવી શકતા નથી. પોસ્ટ કરેલા વીડિયોમાં નીનાએ કહ્યું, હું બરેલી એરપોર્ટ પરથી બોલી રહી છું. આ રિઝર્વ લોન્જ છે, જ્યાં હું એક વખત જઈને બેઠી હતી પણ આજે મને ત્યાં જવા દેવામાં આવી ન હતી. આ રિઝર્વ લોન્જ VIP માટે છે. મને લાગ્યું કે હું પણ VIP છું પણ હજુ VIP નથી બની. તમારે VIP બનવા માટે ખૂબ મહેનત કરવી પડશે, તેથી સારું છે કે આ બહાને હું VIP બનવા માટે સખત મહેનત કરીશ. આપ સૌનો આભાર.
ઉલ્લેખનીય છે કે નીના ગુપ્તા પોતાની પર્સનલ લાઈફ્ને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે 80 ના દાયકામાં હતું, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચડ્ર્સ ભારતના પ્રવાસ પર કેરેબિયન ટીમ સાથે આવ્યા હતા. આ દરમિયાન તેમની મુલાકાત એક ફ્ંક્શનમાં નીના ગુપ્તા સાથે થઈ હતી. તેમની મુલાકાત ટૂંક સમયમાં પ્રેમમાં પરિણમી હતી. વિવિયન નીનાના પ્રેમમાં એટલો ડૂબી ગયો હતો કે તે ભૂલી ગયો હતો કે તે પરિણીત છે. અફેર દરમિયાન નીના ગર્ભવતી બની હતી. તેમની પુત્રી મસાબા આજે ફેશનની દુનિયામાં જાણીતું નામ છે. વિવિયન નીના સાથે લગ્ન નહોતા કરતા. ઘણા વર્ષો પછી નીનાએ 2008માં વિવેક મહેરા સાથે લગ્ન કર્યા હતા.










